#EkZalak491. દૂરદર્શન પર 33 વર્ષે ટીવી સામે ત્રિવેદી..!! ચોર્યાસી વર્ષે ચશ્મા વગર નજીકથી નિહાળતા,ખભે પ્રભુ શ્રીરામના નામની સાલ અને રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર આપણી સામે રીલ અને રિયલ લાઈફમાં અરવિંદ ત્રિવેદી…..
ગામમા માત્ર એક જ ટીવી સેટ હોય અને એ વખતે #મનોરંજનમાં #રેડિયો સિવાય બીજું કાઈ હતું નહીં તે 33 વર્ષ પહેલા રામાયણ જોવા લોકોની જબરદસ્ત ભીડ ભેગી થતી.ટીવીમાં ચિત્ર સ્પષ્ટ ન આવતું હોય તો ઘરધણી છત પર #એરિયલની સેટિંગ કરે એ (ચનચનીયા)ગાયબ થાય અને ક્લિયર પાત્રો દેખાય એ આતુરતા આજની પેઢી ક્યાં જાણે..??ઘરની ઓસરીથી લઇને બારીના સરિયા ઉપર ટીંગાઈને (મતલબ જ્યાં જગ્યા મળે ત્યાં સેટ થઈ જઉં) 1 કલાક માટે #રામાયણ #સિરિયલમાં લીન થઈ જતા તેના પર અંદાઝ લગાડી શકાય કે રામાયણ સિરિયલ લોકો પર કેટલી છવાયેલી હશે..??
લોકડાઉનમાં વધુ જોવાતી સિરિયલ રામાયણ જોઈને વડીલો તો પોતાની જૂની યાદો વાગોળી રહ્યા છે સાથે જેમને રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું તે #અરવિંદ #ત્રિવેદી #આજકાલ ખુદ #લોકડાઉનમાં રામાયણ જોઈ રહ્યા છે..!!મિત્રો બાપા ચોર્યાસી વર્ષે ચશ્મા વગર નજીકથી નિહાળી રહ્યા છે એ પણ ગજબ વાત છે..!!અને આજની અડધી પેઢી ચશ્મા ચડાવી ને બેઠી છે ત્યારે બાપા અમે કદાચ તમારી ઉમર સુધી નહીં પોહચી શકીયે પણ કદાચ પોહચશું તો આંખ આટલી સક્ષમ નહીં હોય કેમકે મોબાઈલની ડિસ્પ્લેએ અંધા કરી મુક્યા છે..
બાપા આપ શરીરે નિરોગી રહો તેવી પ્રભુ શ્રીરામ પાસે પ્રાર્થના અને પેજ @EkZalakની શુભેચ્છાઓ..
(નાના-અંગીયા)
9601799904