#EkZalak499. પેટ્રોલ એન્જીન હોન્ડા ‘એન્ટરનો’ ને ‘ઇલેક્ટ્રોનિક’ મોડ્યુલમાં કન્વર્ટ કરતો કણકવલી (ગોવા)નો પાટીદાર યુવાન..!!(એન્જિનિયરમાં આલટ્રેશન ક્ષેત્રનું અનોખું ઉદાહરણ પૂરું પાડતો ગામ આણંદપર (યક્ષ) નો સુમિત કિશોરભાઈ ભગત..)

      અત્યારે તક મળી છે ટેલેન્ટ પર ટિકમાર્ક કરવાની..!!#લોકડાઉનમાં ફ્રી બેસીને શુ કરવું..?? એવું #મોટાભાગના લોકો વિચારીને વલોપાત કરી રહ્યા છે..!!અને બીજીબાજુ લોકો મગજને કામે લગાડી દીધું છે,કે આ લોકડાઉનના ફ્રી બેસી રહેવાનાને બદલે આ દિવસોમાં સમયનો #સદ્ઉપયોગ કરીને ક્રિએટિવ કાર્યોના દમ પર #દુનિયાને દેખાડીયે,કે નિતનવા #આઈડિયા #ઓળખાણ પણ કરાવે ભાઈ…
      જૂની એક કહેવત આપણા #ડોશલ ઓટે બેસીને બોલતા હોય કે ‘નવરો નખ્ખોદ વાળે’ પણ આધુનિક યુગમાં યુવાનીયાઓ આ કહેવતમાં થોડોક ઘણો બદલાવ કરી મુક્યો છે..!!(નવરો કાંઈક નવું કરે..!😎😃) મૂળ ગામ #આણંદપર (#યક્ષ) અને હાલ ગોવા (કણકવલી) મધ્યે #ધંધાકીય અર્થે સ્થાઈ થયા છે એવા કિશોરભાઈ ભગતના #સુપુત્ર સુમિત પોતે ઇવેન્ટ #મેનેજમેન્ટનો મુંબઈમાં અભ્યાસ કરી રહ્યા છે.
       હાલ #સરકારશ્રી દ્વારા પુરા ભારત- ભરમાં લોકડાઉન જાહેર થયું ત્યારે તેઓ પોતાના ઘેર કંન્કોલી પાછા આવેલ.શરૂઆતી 21 દિવસના આ લોકડાઉનમાં શુ પ્રવૃત્તિ કરવી એના #મથામણમાં ઘરના આંગણે #ભંગાણમાં પડેલ હોન્ડા ‘એન્ટરનો’ પર નજર સ્થિર થઈ..!આ એન્ટરનો ને રોડ પર ફરી પાછી દોડતી તો કરવી છે પણ તેના મૂળ એન્જીન #પેટ્રોલ મોડમાં નહીં..!!#ઇલેક્ટ્રોનિક #એન્જીન સાથે ક્રિએટિવ માઇન્ડના દમ પર દોડાવી છે.સુમિતભાઈ તો રાત-દિવસ જોયા વગર #પાના-પક્કડ લઈને મથી પડ્યા અને છેવટે 15 દિવસની #મહેનતબાદ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં સક્સેસ થયા..!!
      #બેટરીથી ચાલતું આ #એન્ટરનો #સ્કૂટર 60 થી 65ની ઝડપે દોડે છે.!આ સ્કુટરની બેટરી માત્ર એક કલાકમાં જ ફાસ્ટ ચાર્જ થઈ જાય છે.બેટરી ફૂલ ચાર્જ કર્યા બાદ 70 કિલોમીટર ચાલે છે.#સુમિતભાઈનો ઇલેક્ટ્રોનિક એન્ટરનો આજકાલ ત્યાં ચર્ચાનો વિષય બન્યો છે.લોકો સુમિતભાઈની કારીગરીને બિરદાવી રહ્યા છે તો કોઈક હાથ અજમાવવા એન્ટરનોમાં આંટો મારી રહ્યા છે.આ બેટરીથી ચાલતો હોવાથી સંપૂર્ણ પ્રદુષણ રહિત #ઇકો #ફ્રેન્ડલી છે.સુમિતભાઈને મળેલ #સક્સેસ આ લોકડાઉન જેવા સમયને અને માતા- પિતાના #સપોર્ટને આભારી માની રહ્યા છે..
     ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને શરીરે સ્વસ્થ રહો તેવી પેજ #ekZalak વતી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણીની શુભેચ્છાઓ તેમજ માં ઉમિયાજી હૃદયપૂર્વક પ્રાર્થના..

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *