નાના અંગીયા ગ્રામપંચાયત મધ્યે સવારે 9.00 કલાકે સરપંચ શ્રી મતિ હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા તેમજ ઉપસરપંચશ્રી વિનોદભાઇ કેશરાણી સાથે વોર્ડ સભ્યોમાં અરવિંદભાઈ જેપાર, યશોદાબેન , કસ્તુરબેન , ભાવનાબેન તેમજ માજી સરપંચ તુલસીદાસ ગરવા અને સામાજીક અગ્રણી છગનભાઇ લોંન્ચા વગેરેની ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ રીતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી…
દેશભરમાં ધામધૂમથી આજરોજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ગામ નાના અંગીયા કેમ પાછળ રહે..? સરપંચ શ્રી મતિ હંસાબેન તેમજ તેમની પુરી એક્ટિવ ટીમ દ્વારા આજરોજ પંચાયત સદનમાં ઉજવણી કરવામાં આવી હતી તેની આછેરી ઝલક આપ સમક્ષ..
‘જય હો’
ફોટો ક્લિક..
વિનોદભાઈ કેશરાણી..
✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…