🔷 રાજકીય અને સામાજીક કાર્યકરોની કથા દરમિયાન હાજરી…
2 એપ્રિલ થી શુરું થયેલ જીવદયા ના લાભાર્થે ખેતાબાપાની પાવન ધરા પર ભાગવત સપ્તાહ ચાલુ છે. આયોજકોની તો આ ભાગવત સપ્તાહનું આયોજન ‘નાના પાયે’ કરવાની ગણતરીઓ હતી, પરંતુ ભગવાન ને કાંઈક અલગ જ મંજુર હશે..!! બીજા દિવસે થી જ ભાવિક ભક્તોનું ઘોડાપૂર આ ભાગવત શ્રવણ માટે ..
અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ‘જયસુખભાઈ ડાયાણી’ દિલીપભાઈ નરસીગાણી, હરીસિંહ જાડેજા , રવિભાઈ નામોરી વગેરે રાજકીય આગેવાનો ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી..
🔷 ભાગવત સપ્તાહમાં ‘કથા શ્રવણ કરતું’ યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..
જીવદયાના લાભાર્થે આ વિસ્તારમાં લગભગ ભાગવત સપ્તાહ નું પ્રથમ વખત આયોજન વિથોણ મધ્યે થયું છે. લોકો યથાશક્તિ રૂપ દાન નો વરસાદ વર્ષાવી રહ્યા છે. અને આ દાનવીરો ને આયોજકો ફૂલછોડ તેમજ પક્ષીઘર આપી રહ્યા છે. ઉદ્દેશ્ય એવો છે કે આસપાસના વિસ્તારમાં ગ્રીનહરી એ રહે અને તેમાં પક્ષીઓનો વસવાટ પણ..
ભાગવત સપ્તાહના બીજા દિવસે કથા શ્રવણ માટે ‘યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયનના’ ચેરમેન અને આ ભાગવત સપ્તાહ કથાના મુખ્ય કન્વીનર શાંતિભાઈ નાયાણીના આમંત્રણને માન આપીને મિશન ચેરમેન ‘હસમુખભાઈ નાકરાણી’ ખજાનચી ‘પ્રકાશ ભીમાણી’ નારાયણ ડિવિઝન ઉપપ્રમુખ ‘હસમુખ પારશિયા’ મંત્રી ‘નીતિનભાઈ ભાદાણી’ કોઠારથી પધારેલ CCM મેમ્બર ‘રમેશભાઈ દડગા’ તેમજ કનકપર થી પધારેલ CCM મેમ્બર ‘જગદીશભાઈ ડાયાણી’ સામાજીક અને આધ્યાત્મિક કન્વીનર ‘ પ્રવિણભાઇ માવાણી’ બીઝનેસ સેલ કન્વીનર ‘મયુરભાઈ ભીમાણી’ અને યુવા ઉત્તકર્ષ થીમ કન્વીનર રશીલાબેન ગોરાણી અને રિજીયનના પ્રવક્તા ‘મનોજ વાઘાણી’ સૌ પધારેલ..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા , યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…