#EkZalak515… નખત્રાણા તાલુકાનો ”નાયગ્રા ધોધ” એટલે પ્રકૃતિપ્રેમીઓને પોતાના તરફ આકર્ષતું યક્ષ નજદીકનું સ્થળ ”પાલરધુના” (વર્ષાળામાં લોકોની ભીડ જોતા પ્રવાસન ક્ષેત્રે વિકસવા જેવું ખરું.રેલિંગ થી રોડ અને ધોધના સૌંદર્ય નજદીક સેલ્ફી પોઈન્ટની જણાતી જરૂરિયાત)
કચ્છ માટે બે હજાર વિસની વરસાદી શરૂઆત ખૂબ સારી રહી છે.બે-ત્રણ વરસાદ થતા રસ્તાની આજુબાજુ જગ્યાઓ,ડુંગરાઓ,ખેતીનો ઉભો મોલ,વગડાઓ લીલાછમ થઈ ગયા છે.તળાવો,સરોવર અને નદીઓમાં નવા નીર જોઈને આંખો ઠરે તેવા દર્શયો સર્જાયા છે..!!આપણે ત્યાં તો વરસાદ પડે એટલે લોકો ચાહીને ન્હાવા નીકળે,પછે ભલેને અડધો ઇંચ કેમ ન હોય..?અહીંના લોકોને વરસાદ સાથે આત્મીય સબંધ છે.હાલના સમયે મોજ પડી જાય એવી મેઘ મહેર થઈ રહી છે ત્યારે નખત્રાણા તાલુકાના મોટા યક્ષ નજદીક હાઇ-વે થી અંદર તરા ગામની સીમમાં ચાલુ વરસાદે આ ”પાલરધુના” ધોધ નાયગ્રા સ્ટાઇલમાં વહે છે એ જોતા સૌ કોઈનું મન મોહિલે તેવા મનમોહક દર્શયો સર્જાય છે..!!
કચ્છના ઘણા લોકો આ સ્થળથી અજાણ છે..!!પણ બે -ત્રણ વર્ષથી સારી એવી ભીડ આ ‘પાલરધુના’ પોતાના તરફ એકઠી કરવામાં સકસેસ રહ્યું છે..લોકો સ્થળ સુધી પોહચવામાં મુંજાય છે,તેનું એક કારણ એ કે કોઈ સાઈન બોર્ડ નથી અને નથી ત્યાં કોઈ વ્યવસ્થા.ત્યાં ટેકરાઓ પર પગ લપસી જવાના અને ધોધ પડે છે ત્યાં ઊંડી ખાઈમાં ખ્યાલ ન રાખો તો પડી જવાના ચાન્સ વધારે છે.(સેફટી માટે કોઈ રેલિંગ નથી ત્યાં) બાકી આજુબાજુનો લીલોછમ એરિયો ત્યાં કલરવ કરતા પક્ષીઓ અને વહેતો ધોધ જોઈને ફીલિંગ ટીવીમાં જોયેલ નાયગ્રા ધોધ જેવી આવે..ચાલુ વરસાદે સ્થળ પર મોજ પડી જાય મોજ..
સરકાર શ્રી અને પ્રવાસન વિભાગ આ સ્થળ સુધી પોહચવા સાઈન -બોર્ડ,પાકો ડામર રસ્તો અને ધોધ પાસે રેલિંગ સાથે સેલ્ફી પોઈન્ટ વિકસાવે તો કચ્છના લોકોને વરસાદી મોસમમાં કુદરતી સૌંદર્યનો નજારો નરી આંખે નિહાળવાના સ્થળ ”પાલરધુના” ભેટ રૂપે મળી શકે..
ગત રવિવારે ધોધનો વેગ ન હોવા છતાં પણ હજારો લોકો ગાડીઓ લઈને ઉમટી પડ્યા હતા..!!કોવિડ-19 નો કહેર યથાવત જ છે એ વાત ધ્યાનમાં રાખીને તેમજ સરકાર શ્રીના નિયમનું ચુસ્ત પાલન કરીને આ કપરા સમયમાં જરૂર હોય તો જ બહાર નીકળો મિત્રો.ફરવાના ઘણા વર્ષો બાકી છે..