#EkZalak516.. રેઇન વચ્ચે ‘રેટનું’ રેસ્ક્યુ ઓપરેશન.. મુસીબત માંથી ઉગારે તે માં… (પાણીમાં ડૂબેલા દર માંથી પોતાના જીવના જોખમે બચ્ચાને બચાવતી માદા ઉંદરનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયેલો છે..)
માતાના આર્શીવાદ હોય તો મોટાભાગે મુસીબત આવતી નથી..!!અને જો આવે તો તે છેલ્લી ઘડી સુધી સંઘર્ષ અને સાહસ કરે તેનું જીવતું ઉદાહરણ આ વિડીઓમાં જ જોઈ લ્યો તમે..?ઘણી જગ્યાએ તમે અનુભવ કર્યો હશે..? તાજી વિહાયેલી કૂતરીના ગ્લુડિયાના નજદીક તમે જાઓ અને તેને જો ડર મહેશુંસ થાય એટલે કાંતો તે ભસે અથવા તો તમને ત્યાથી દોડ કઢાવે મૂકે..!!સાચું ને..?બીજું પશુ હોય કે પક્ષી પોતાની બચ્ચાની હિફાજતની વાત આવે એટલે પાલતુ પ્રાણીઓ પણ મારકણા (આક્રમક ) સ્વભાવ અપનાવેએ નક્કી..ઘર આંગણે માળો બાંધેલ સ્વભાવે શાંત બુલબુલના બચ્ચાને ટચ તો કરી જોજો..??તો ખ્યાલ પડશે કે તેની માતા કેવો રૂખ અપનાવે છે..!!ચોચ થી ચામડીએ ઉખેડી લેશે એનો જાત અનુભવ.
ડિસ્કવરી ચેનલમાં જગલી ભેંશાનું બછડુંને સિંહના ખુંખાર પંજામાંથી મહા-મહેનતે જીવનાં જોખમે છોડાવતા વિડિઓ તેમેં ને મેં ઘણા જોયા હશે..!જાણીતા સરકારી ઓફિસર અને ઉત્તમ વક્તા,લેખક શ્રી શૈલેષભાઇ સગપરિયાએ આ વિડિઓ તેમના fb વોલ પર શેર કર્યો હતો.માદા ઉંદર પોતાના બચ્ચાને પાણીમાં ડૂબેલા ડર માંથી લગભગ 30 સેંકડના ટાઈમ બાદ એક – એક કરતા અંદાજે છ થી સાત વખત પ્રયત્નબાદ હેમખેમ બચ્ચાને બચાવી લેવામાં સફળ થાય છે.(વિડિઓ હૃદયના ધબકારા વધારી મૂકે તેવો છે)
માનવ હોય કે મૂંગા પશુ-પક્ષીઓ જ્યારે મુસીબત આવે ત્યારે તો ‘માં’ મોતના મુખમાંથી પણ ગમેતે ભોગે ઉગારે..!!એ પછી જન્મ દેનારી જનેતા હોય,કે કુળદેવી માતા.વીડિયો ઉતારનાર ભાઈને પણ સલામ અને આપણે એક સવાલ પણ થતો હશે..?વિડિઓ ઉતારનાર ભાઈ પાણી સામે અવરોધ ઉભો કર્યો હોત તો ઉંદરનું કામ આસન થઇ ગયું હોત પણ સામે જો માદા ઉંદર ડરીને દૂર આમતેમ ચાલી જાત તો લગભગ બચ્ચાનું બચવું અશક્ય હોત..!!
‘જય હો’
વિડિઓ..
ફેસબુક વોલ શૈલેષભાઇ સગપરિયા..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904