🔷 આકર્ષણ જમાવતી નાઈટ બોક્સ ક્રિકેટ…

નખત્રાણા તાલુકાના પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાઓ માં રાત્રી બોક્સ ક્રિકેટનું આયોજન છેલ્લા 4 એક વર્ષથી થવા લાગ્યું છે. તેમાંયે ખાસ નખત્રાણાની ચારેય સમાજોમાં , કોટડા , વિરાણી મોટી અને વિથોણ ગામે શરૂઆતી બોક્સ ક્રિકેટ રમાવા લાગી હતી . ધીમે ધીમે નખત્રાણાના આસપાસના નાના – નાના પાટીદારોના ગામડા ઓમાં નાઈટ બોક્સ ક્રિકેટ રમાવા લાગી છે.

🔷 લાઈવ ટેલિકાસ્ટ લિંક…


ટુર્નામેન્ટનો હેતુ માત્ર મનોરંજન નથી પરંતુ સમાજનું યુવાધન અરસપરસ પરિચિત થાય સાથે એકબીજાથી નજદીકતા વધે એ ઉમદા ઉદ્દેશ્યથી બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. રાત્રીના સમયે ભાઈઓ, ભૂલકાઓ , વડીલો તેમજ બહેનો સર્વે ને સમય અનુકૂળ હોતા આ ટુર્નામેન્ટ માં સારી એવી સંખ્યા જોવા મળે છે. તેથી આજકાલ ગામડાઓમાં બોક્સ ક્રિકેટએ આકર્ષણ ઉભું કર્યું છે.

🔷 મહિલાઓ પણ અગ્રેસર…

મોટાભાગે ક્રિકેટનો ક્રેઝ યુવાન ભાઈઓમાં વધારે જોવા મળતો હોય છે..!! પરંતુ આજકાલ યુવક મંડળની સાથે મહિલા મંડળ પણ બોક્સ ક્રિકેટમાં બેટ પર હાથ અજમાવવા લાગ્યું છે. નખત્રાણા , સાંગનારા , કોટડા વગેરે ગામડાઓમાં મહિલાઓની પણ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે તો સાથે વિથોણ મધ્યે ભાઈઓની ટીમમાં બે મહિલાઓને સ્થાન આપીને ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.


મહિલાઓની રમત પણ જબરદસ્ત હોય છે. જો નાનપણથી જ આ રમત પ્રત્યે લગાવ લગાડવામાં આવે અને યોગ્ય પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવે તો પાટીદારની મહિલાઓ પણ અંજુ ચોપરા કે હરમીત કોર જેવી ટોપ લેવલની ક્રિકેટર બની શકે..!

🔷 બોક્સ ક્રિકેટમાં એક્ટિવ ગામડાઓ..

નખત્રાણામાં લગભગ ચારેય સમાજમાં તેમજ વિથોણ, નેત્રા, ખોંભડી, સાંગનારા , આણંદસર (વિ) વગેરે ગામડાઓ બોક્સ ક્રિકેટ દરવર્ષે રમાડી રહ્યા છે. જેમાં થોડા સમય પહેલા નવાવાસ નખત્રાણા , સાંગનારા તેમજ આનંદસર(વિ) મધ્યે ટુર્નામેન્ટ રમાઈ ચુકી છે..

નખત્રાણા મધ્યે કાબીલેતારીફ આયોજન કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે પાટીદાર ગૌરવ એવા યુગાન્ડા ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર્સ દિનેશભાઈ નાકરાણી રહ્યા હતા. અને આણંદસર (વિ) અને સાંગનારા ગામ મધ્યે પ્રથમ વખત નાઈટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું 17 ,18 માર્ચના રોજ હોળી તહેવારો પર આયોજન કરવામાં આવ્યું હતું..

🔷 યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયનના ચેરમેન..

સાંગનારા અને આનંદસર(વિ) મધ્યે પ્રથમ વખત યુવક મંડળ દ્વારા બોક્સ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજીત કરવામાં આવ્યું હતું. સાંગનારા મધ્યે ફાઇનલ કાર્યક્રમમાં અને આનદસર (વિ) મધ્યે યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયનના ચેરમેન શાંતિલાલ નાયાણી સાથે નારાયણ ડિવિઝનના મહામંત્રી નીતિન ભાદાણી , પ્રવક્તા મનોજ વાઘાણી તેમજ વિથોણ નવયુવક મંડળએ હાજરી આપી હતી.. દર વર્ષે આવા આયોજન થતા રહે જેથી એકબીજાથી નજદીકતા વધે તેવું શાંતિલાલ નાયાણી એ જણાવ્યું હતું.

‘જય હો’

✍️ મનોજ વાઘાણી
PRO. યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *