#EkZalak529…. વાઈલ્ડલાઈફના આ 10 ફોટો એ ઓલ ગુજરાતમાં કચ્છ-નખત્રાણાના યુવાનને એવોર્ડનો સાચો હકદાર બનાવ્યો..!ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાયેલ “ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકસલેન્સ એવોર્ડ – 2020” ના એવોર્ડ સેરેમની માં “બેસ્ટ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ગુજરાત” માં પાર્થ પ્રફુલભાઈ કંસારા એ સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંક મેળવી ને કચ્છ – નખત્રાણાનું ગૌરવ વધાર્યું છે.
🔷 2020 બેસ્ટ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ગુજરાતમાં નખત્રાણાના યુવાન પાર્થએ પ્રથમ ક્રમાંક મેળવેલ…
વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માટે ખૂબ ધીરજ અને ખંત જોઈએ જે સમય જતાં તમને ચોક્કસ સફળતા નો સ્વાદ ચખાડે..!!છેલ્લા બે વર્ષમાં પાર્થને યોગ્ય પરિણામ ફોટોગ્રાફી ક્ષેત્રે મળ્યું છે.વાઈલ્ડલાઈફના ફોટો પણ જભર કિલક કરેલા છે.હાલ ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાયેલ “ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકસલેન્સ એવોર્ડ – 2020” ના એવોર્ડ સેરેમની માં “બેસ્ટ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ગુજરાત” માં પાર્થ પ્રફુલભાઈ કંસારા એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવીને કચ્છ – નખત્રાણા નું ગૌરવ વધાર્યું છે.આ દશ ફોટો જે નીચે ફ્રેમ માં મુકેલા છે..
🔷 વાઈલ્ડલાઈફ 2020 એવોર્ડ વિનિગનો વિડિઓ ઝલક આપ નીચે નિહાળી શકો છો..
રશિયા ખાતે દેશ અને દુનિયાના વાઇડલાઈફ ફોટોગ્રાફરનો 35મો ઇન્ટરનેશનલ એવોર્ડ યોજાયો હતો.તેમાં વર્લ્ડના 173 દેશોના 1,17,500 મેમ્બરના 4,18,800 ફોટોની રેસમાં ટોપ 100 ફોટોના સિલેક્શનમાં કચ્છમાં કપરી કન્ડિશનમાં ક્લિક કરેલ ઇન્ડિયન શિયાળનો ફોટોને સ્થાન મળ્યું હતું..!!ચાર લાખથી પણ વધારે ફોટો ‘કલેક્શનમાં’ કચ્છના ફોરેસ્ટમાં ફોજીલપાર્ક પાસે લીધેલા ‘ફોક્સના’ ફોટોનું ‘સિલેક્શન’ થયું હતું.નાની ઉંમરે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં બહુ ઉમદા કાર્ય કરેલ છે. આપણે સૌને ગૌરવ થાય એવી આ સિદ્ધિઓ અને ઘણાબધા એવોર્ડ એકલા પાર્થને નામે છે…
”જય હો”
તસ્વીર ક્લિક બાય…
પાર્થ પ્રફુલભાઇ કંસારા…
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904