#EkZalak530. 80ની ઉંમરે મેમરી સ્ટોરેજના માસ્તર પીસ એટલે “શામજીબાપા વાઘાણી” ભગવાન સ્વામિનારાયણના 70 કીર્તનો,શિક્ષાપત્રી,500પરમહંસોના નામો તો 1000 વિષ્ણુસહસ્ત્ર વગેરે ઓઠે અને કુટુંબના લોકોના જન્મદિવસથી લઈને મોઢે હિસાબમાં તો જાણે આજની તારીખે કેલ્ક્યુલેટર પણ કાચું પડે એવી ગજબની યાદશક્તિ ધરાવતા ગામ અંગીયાના “શામજી નારણ વાઘાણી”
તમે ને હું આજે જ્યારે દોડાદોડી વાળી જિંદગી જીવતા થઈ ગયા છીએ અને એમા એ પાછલા 20- એક વર્ષોમાં સુવિધાઓ એટલી બધી વધી ગઈ એટલે લોકોએ મગજને માર પડે એવા પ્રયત્નો કરવામાં આળસની ચાદર રીતસરની ઓઢી લીધી છે..!જેમ જેમ લોકો સુખ સગવડ ભોગવતો થયો તેમ તેમ પોતાની મૂળ શક્તિ ઓનો વપરાશ પણ નહિવત કરી મુક્યો છે.70 અને 80ના દાયકાઓમાં લોકો ફટાફટ મોઢે હિસાબો કરતા..!પાળા-પલાખાઓ અને ટેલી- ફોન નંબરો સાથે એડ્રેસ પણ સડસડાટ બોલતાં એનું કારણ ત્યારે કેલ્ક્યુલેટર અને આજે કહી શકાય એવી આધુનિક સાધનો વપરાશ ન હતો..!!આજની પેઢીના લોકોમાં પણ ગજબની યાદશક્તિ તો છે.પણ જેમ જે ટ્રેક પર ટ્રેન પસાર ન થાય અને થોડાક દિવસો માં કાટ લાગે એજ કાટ આજે સ્ટોરેજની બાબત માં આધુનિક ટેકનોલોજીએ માણસને ક્યાંકને ક્યાંક “ભુલાકણો” તો બનાવ્યો જ છે..!!સાચું ને..??
🔷 મેમરી સ્ટોરેજના માસ્તર પીસ “શામજીબાપા વાઘાણીનો” પરિચય…
નાના અંગીયામાં જન્મેલા અમારા દાદાશ્રી શામજીબાપા કમજોર નજરને કારણે માત્ર તે વખતે 9 ચોપડી જ અભ્યાસ કરી શક્યા.જાગ્રત અવસ્થા માં છેલ્લા 65 વર્ષથી જેમના મુખમાં સતત ભગવાન શ્રી “સ્વામિનારાયણનું રટણ સાંભળવા મળે છે.અને ગજબની ચુંબકીય ગ્રહણશક્તિ ધરાવતા બાપાને કોઈ વસ્તુ કે વિષય યાદ કરવા આપો એટલે જાણે કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં સ્ટોર કર્યું..!ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ પૂછો એટલે જવાબ હાજર જ હોય એનુ ગામ આખુએ સાક્ષી.42 વર્ષ કલકત્તા મધ્યે લાકડાના વ્યવસાયથી જોડાયેલા દાદા છેલ્લા 20 એક વર્ષથી પોતાની જન્મભૂમિ નાના અંગીયા મધ્યે પોતાના અંતિમ પડાવમાં ભગવાનના પુષ્પક વિમાનની રાહ જોઈ રહ્યા છે એવું અમે લોકો મહેશુંશ કરી રહ્યા છીએ…
🔷 કેલ્ક્યુલેટરમાં આપણે બટન પ્રેસ કરી એ પહેલાં તો હિસાબ રજૂ કરતા બાપાની વિડિઓ ઝલક..
80ની ઉંમરે આટલી બધી યાદશક્તિએ ઈશ્વરીય કૃપા હોય તો જ શક્ય છે.બાકી તો આપણા ત્યાં કહેવત છે કે સાઈઠે બુદ્ધિ નાથે પણ બાપાએ યાદશક્તિના મામલામાં બકરારર રહ્યા છે.આજે આપણે યાદ શક્તિની બાબતે ખૂબ ભૂલકણા થયા છીએ એ પણ મોબાઈલના આવ્યા પછી..!સાચું ને..?આંખ નબળી હોવાને કારણે બાપાએ જે પણ કાનથી સાંભળીને ઓઠે રાખ્યું એ એક નંબર રાખ્યું.આપ નીચે સડસડાટ ગણતરી કરતા બાપાનો વિડિઓ જોઈ શકો છો..
🔷 વાઘાણી પરિવારના દીકરા-દીકરી,દોયત્રા થી લઈને પૌત્ર વગેરેની જન્મ અને અક્ષરનિવાસી થયેલ પરિજનોની તિથિઓ આજની તારીખે યાદ કરતો વિડિઓ જુઓ…
આજે આપણે નજદીકના પરિજનો કે મિત્રના જન્મતારીખ યાદ રાખી શકતા નથી..!પણ વિશ જરૂર કરી રહ્યા છીએ એ પણ facebook ના માધ્યમ દ્વારા.સાચું ને..?આમ મિત્રનો જન્મ તારીખ યાદ ન હોય પણ દરરોજ સવારે મોબાઈલ ડિસ્પ્લે પર નોટિફિકેશન આવે એટલે યાદ આવે અરે આજ ફલાણાનો બર્થ ડે છે.ટેકનોલોજીની સુખ સગવડને કારણે આપણે મગજને બોજ પડે એવું કાર્ય આપવાનુ ચુકી રહ્યા છીએ.ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા એવા અમારા દાદાશ્રી ને વિડિઓમાં જુઓ સડસડાટ જન્મતારીખ બોલતા…
🔷 70 કીર્તન,ભજનો અને 1000 સર્વમંગલ,વિષ્ણુ સહસ્ત્ર સાથે હનુમાન,દશાવતાર સ્તોત્રમ તેમજ ભગવાન સ્વામિનારાયણ આચાર્ય,ધર્મકુળ,હરિભક્તો બ્રહ્મચારીઓના કંઠસ્થ નામોની ઝલક…
ભગવાન પ્રત્યે અમારા દાદાશ્રી શામજીબાપાને નાનપણથી જ અપાર રુચિ..!છેલ્લા 60 વર્ષથી દિવસ દરમિયાન ભગવાન જાપ,માળા,સ્લોક,કીર્તનો બાપા મુખે તમને અવિરત સાંભળવા મળે.એ પછી ગામનો ચોકનો ઓટલો હોય કે મંદિર અથવા ઘર સતત બાપાના મુખે ભગવાનના ગુણગાન કરતા શબ્દો જે મનને પ્રસન્નચિત અને આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.
દિવસ દરમિયાન બાપા 1000 સર્વમંગલ નામાવલી,વિષ્ણુ સહસ્ત્ર પાઠ,બજરંગ બાણ હનુમાન,દશાવતાર સ્તોત્ર તેમજ જન્મ મંગલ શિક્ષાપત્રી વગેરેનું નોનસ્ટોપ ગુણગાન કરતા હોય છે.આપણે 5મિનિટ પલાંઠી વાળીને બેસવમાં પસીનો છૂટી જાય ત્યાં બાપા આ સતત જાપરૂપી યજ્ઞ કરી રહ્યા છે.બાપા તમારી સેવા કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો એ પણ પૂર્વ જન્મમાં અમારા સારા પુણ્યોનું પરિણામ હોય શકે.બાપાનો પહાડી અવાજ ને કારણે મંદિરોમાં પણ લાઉડ વગર ઉચ્ચા સાદે કીર્તન અને ભજનનો લ્હાવો અંગીયા વાસીઓ લીધો છે.જેની આછેરી ઝલક આપણી સમક્ષ..
🔷 1960ના સમયગાળા દરમિયાન પા,પોણો,સવા વગેરે તે સમયના પાળા આજે પણ કંઠસ્થ..
🔷 હોલિકા દહન સમયે ગામના વથાણ ચોકમાં હોલુકા ગાતા શામજીબાપા…
નાના અંગીયા ગામના વથાણ ચોકમાં હોલિકા દહનનો વર્ષોથી પરંપરાગત રીતે પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે.હાલ શરીર ઉંમરને કારણે કમજોર થયું હોવાને કારણે બાપા વથાણ ચોક સુધી પોહચવામા અસમર્થ છે,પણ પાછલા પાંચેક વર્ષ પહેલાં તંદુરસ્ત હતા ત્યારે સામસામા ગામના ભાભાઓ હોલુકા ગાતા તેમાના શામજીબાપા વાઘાણી અને તેમના મોટાભાઈ મનોહરબાપા વાઘાણી એક હતા..
🔷 અમારા કુટુંબનું પેઢીનામું બોલતા દાદાશ્રી..
આપણું જીવન હમેશા ભક્તિમયરીતે પસાર થાય તેવી આજરોજ બાપા તમારા 80માં જન્મ દિવસ ની શુભેચ્છાઓ.
”જય હો”
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904