#EkZalak532. વીતેલા વર્ષોના “વેશભૂષા”(2008 to 2019)છઠ્ઠા ને સાતમા નોરતે આકર્ષક ઉભું કરતા મહિલાઓના “મેશેજીક” અને પુરુષોના પંથકમાં પ્રખ્યાત વેશભૂષા😍યુવક મંડળ અને મહિલા મંડળની રીતસરની થતી હરીફાઈ(વેશભૂષાની વિવિધ વેરાયટીમાં રિયલ પાત્રોની અદભુત એક્ટિંગનો વિડિઓ અને ફોટોની ઝલક નિહાળવા www.ekzalak.com પર વિઝિટ કરશોજી)
આજેય પણ ગામડાઓમાં ઉજવાતી નવરાત્રીમાં અમુક જગ્યાએ “નાટકો” ભજવતા હોય છે.તે પણ અગાઉ ગામના કે સમાજના લોકો દ્વારા મહિનાઓ પહેલાઓની તૈયારી અને રોજ રાત્રે રિહર્સલો કરીને સરસ મજાના મોજ પડે એવા વિષયો પર નાટકો સુંદર રીતે ભજવતા હોય છે..!!ગણ્યાગાંઠ્યા ગામોમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાના નવા સ્ટેપો અને વેરાયટીથી ભરપૂર મેશેજીક વેશભૂષાના સુંદર આયોજન થતા હોય છે.તેમાં આ વિસ્તારમાં નાના – અંગીયા મધ્યે છઠ્ઠા નોરતે ભાઈઓના અને સાતમે નોરતે લોકો વાહ પોકારી ઉઠે તેવા મહિલાઓના અદભુત વેશભૂષા નવરાત્રી દરમિયાન દરવર્ષે આયોજન થતા હોય છે..!!2013 થી લઈને 2019ના વર્ષોની વેશભૂષાની આછેરી વિડિઓ અને ફોટોરૂપી ઝલક…
🔷 અંગીયાની નવરાત્રીમાં વર્ષોથી ઉજવાતા વેરાયટી સભર વેશભૂષા…
અમારા વિસ્તારમાં ઘણા ગામડાઓમાં વેશભૂષા ઓ તો થાય છે.પણ અમારે ત્યાં 94% ઓરીજીન- લીટીના સહારે પોતાના રીતે વેશભૂષાની સામગ્રી એકઠી કરે છે.નવરાત્રી ચાલુ થાય ત્યારથી જ નાનીમોટી તૈયારી ચાલુ થઈ જતી હોય છે..!!અન્યથી દેખાવે અલગ તરી આવે એવી અવનવા વેશ ધારણ કરવાની મથામણ નવરાત્રિ પહેલાજ મનમાં ચાલતી હોય છે.હું વેશભૂષામાં ભાગ લેતો થયો 2004ના સમયગાળા દરમિયાન ત્યારે એકવાત માર્ક કરી કે લોકો આ દિવસની રાહ આતુરતા પૂર્વક જોતા હોય છે.અને અમુક લોકો અપેક્ષાઓ પણ રાખે છે કે આંગળીના ટેરવે ઘણી શકાય એવા વ્યક્તિઓ કાંઈક હટકે વેશભૂષા કરશે અને દરવર્ષે કરે જ છે જેનો સંતોષ જોનારને થાય છે..
🔷 સાઉથના “નર્તકીના” વેશભૂષા માટે 4 કલાક મેકઅપ માટે લાગ્યા..!!(સમસ્યા એ હતી કે જો પસીનો વળે તો મેકઅપ ઉતરે😭)
વેશભૂષા એ અંગીયાની નવરાત્રીનું જાણે અભીનઅંગ છે.જોનારને ગુજવા માંથી મોબાઈલ કાઢીને ક્લિક કરવાનું મન થાય એ લેવલની વેશભૂષા ઓ મહિલા મંડળ અને યુવક મંડળ કરતું હોય છે. પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા પસીને રેબઝેબ થઈને માત્ર કલાકની વેશભૂષા માટે દિવસો પહેલા જ મહેનત આદરી દે છે..!!
ઘનશ્યામભાઈ,સંજયભાઈ,જીતેન્દ્રભાઈ અને રમેશભાઈની ટીમે બધાથી અલગ 2018ની નવરાત્રી દરમિયાન નર્તકીનો વેશભૂષા કર્યો હતો.કમર નીચેના ભાગે આશરે 20એક કિલોગ્રામનું પાંજરું જે ગોળ ફુગ્ગો કરતું હતું,તેનાથી પણ અઘરું એ કાર્ય હતું તે ઘનશ્યામભાઈ મને જણાવતા કહેતા હતા કે આ પાત્ર માટે અમને લગભગ 4 થી 5 કલાક તો મેકઅપ કરતા લાગ્યા.અને મને પગર બહુ વળે એટલે અમે લોકો આગાશી ઉપર તૈયાર થયા અને અમને કોઈ તૈયાર કરાવનાર ન હતુ એટલે અમે લોકોએ એકબીજાને સામેસામાં મેકઅપ કરાવ્યા..!!એક સમય એવું લાગ્યું હતું કે નિર્ધારિત સમયમાં અમે લોકો તૈયાર નહિ થઈ શકીએ એટલે આ નર્તકીની વેશભૂષા પોસ્પોન રાખીએ એવું લાગ્યું પણ પછી માતાજીની મરજી કાંઈક બીજી જ હશે એટલે 30 મિનિટ અમારે કારણે વેશભૂષા લેટ ચાલુ થયા અને અમારા વેશભૂષા જોયા પછી તો આખી સમાજના લોકો બોલી ઉઠ્યા કે લેટ ભલે થયા પણ લેટેસ્ટ લાવ્યા હો…વાહ…..
🔷 વર્ષ 2019 નવરાત્રી દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.(દાદાના રોલમાં રમીલાબેનની રમઝટ)
મહિલા મંડળ દ્વારા ભારે ઉત્સાહ થી વેશભૂષાનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે.વરસાદી વાતાવરણને કારણે સાતમા નોરતે વેશભૂષાનો કાર્યક્રમ થશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન હતો..!!પણ સમયસર મંડળના ભાઈઓની મહેનતથી જેમ ક્રિકેટ ગ્રાઉન્ડને વરસાદ બાદ યુધ્ધના ધોરણે સૂકવે તેવી જ રીતે મંડળના સેવાભાવી મિત્રો શરમ સંકોચ વગર સુકાવવા લાગી ગયેલા.બધાનો એક ધ્યેય હતો કે બહેનોની વેશભૂષા ગમે તે ભોગે થાય અને તેને કરેલી આગોતરી તૈયારી ઓ પર વરસાદી પાણી ન ફરી જાય.
ગરબી ગ્રાઉન્ડમાં ડોશા બાપા અને ચારેક ડોશીયુંએ કરેલ એન્ટ્રી જોઈને અંતરમાં આનંદ થયો અને સૌ લોકો રાજી થયા તેની નીચે વિડિઓ અને ફોટો રૂપે આછેરી ઝલક…
🔷 વેશભૂષાની બાહુબલી સોન્ગ એન્ટ્રી..
દક્ષાબેન,સુનિલભાઈ અને દીપકભાઈ મિસ્ત્રી સાથે સુનિલભાઈ નટ ઢોલીની જોડીએ ગરબા રાસની રમઝટ બોલાવી હતી..!!
🔷 2018 વર્ષ દરમિયાન નવરાત્રી સમયે વિવિધ મેશેજીક વેશભૂષાની આછેરી ઝલક..
જયશ્રીબેન,કલ્પનાબેન અને શિલ્પાબેન આ ત્રણેય ત્રિપુટીની કોમિક એક્ટીંગ તબિયતને તરોતાજા કરી મૂકે.શાકભાજીની રેંકડી લઈને રોકડા રૂપિયે ચાલુ વેશભૂષામાં રમઝટ બોલાવી તો સ્વચ્છ ભારત અભિયાનનો મેસેજ આપતી બહેનોને આપ નિહાળી શકો છો.સૌ પ્રથમ નીચે ભાઇઓના વેશભૂષા ..
🔷 2017 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક..
મહિલા મંડળની બહેનો તેમજ યુવકમંડલના ભાઇઓની મહેનત સાથે ઉત્સાહ અને ઉમંગ આ વેશભૂષામાં દેખાઈ આવે છે. વિવિધતાથી ભરપુર અને નિતનવા વેશ પાછળ કરેલી મહેનત આપ વિડિઓ રૂપે જોશો એટલે તરત જ ખ્યાલ આવશે..
🔷 2016 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક..
ભાઈઓના વેશભૂષામાં શિવાજી મહારાજથી લઈને કેડીયામાં કાનુડાઓ રાસ લેતા આ વેશભૂષામાં વિડીઓમાં નજરે ચડે છે..!!
🔷 2015 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
આ વર્ષે માત્ર બહેનોના જ વેશભૂષા યોજાયા હતા..અને દરવર્ષેની જેમ વેશભૂષામાં આ વર્ષે પણ રંગ દેખાડ્યો હતો..
🔷 2014 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
2014થી તો રીતસરની મહિલા મંડળ અને યુવક મંડળ વચ્ચે વેશભૂષાની હરીફાઈ થવા લાગી..!!આમ કોઈ પ્રોફેશનલ હરીફાઈ નહિ પણ મનમાં સૌ એવું ધારીને બેઠા હોય કે અમારો વેશભૂષા ચડિયાતો થાય.અને છઠ્ઠા અને સાતમા નોરતે આજુબાજુના ગામ લોકો આ નિતનવો અને નોખો-અનોખો વેશભૂષા જોવા ઉમટી પડે છે…
ગ
🔷 2013વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
વેશભૂષાનો વેશ ધારણ કરવાનો જ્વાળારૂપી ઉત્સાહ વર્ષોથી લ્હાવાની જેમ ઉછાળા મારતો હતો..!માત્ર મનમાં ને મનમાં પણ ક્યારે મેદાનમાં વેશભૂષા મહિલા મંડળનો થયો ન હતો.!વર્ષ 2013થી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા પ્રથમ વખત વેશભૂષાનું દબદબાભેર આયોજન થયું અને વર્ષો જૂનું સપનું વેશભૂષાનું સાકાર થયું અને 2013થી સાતમા અથવા છઠ્ઠા નોરતે મહિલાઓના વેશભૂષાનું આયોજન થવા લાગ્યું શરૂઆત..
🔷 2012વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
વર્ષ 2011 થી 2012 સમય દરમિયાન ગામ નાના અંગીયાના લાઈબ્રેરી પાસેની સમાજવાડી ચોકમાં શ્રી લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગીયાની પ્રથમ વખત નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.યુવક મંડળ તેમજ સમાજના ભાઈઓ ભારે ઉત્સાહ સાથે આ વેશભૂષામાં ભાગ લીધો હતો તેની આછેરી ઝલક નીચે ફોટોરૂપે નિહાળી શકો છો..
🔷 2010 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
ગામ નાનાઅંગીયાના મુખ્ય ચોક મધ્યે જય માતાજી મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રી સમયે વેશભૂષાની આછેરી ઝલક આપ નિહાળી શકો છો.
🔷 2008 વર્ષ દરમિયાન વેશભૂષાની આછેરી ઝલક.
નાના અંગીયાના મુખ્ય ચોક મધ્યે વડીલોના વખત થી ઉજવાતી આ નવરાત્રીમાં ભારે ભીડ જોવા મળતી હતી..આ ગરબી મુખત્યે અંગીયાનો ચોક વિસ્તાર તેમજ મહાજન સમાજને આવરી લેતી હતી..તે વખતે બેંજો વાદ્યમાં જે જમાવટ થતી એ તો અદભુત હતી.વેશભૂષામાં તે વખતે નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકો હોંશેહોંશે ભાગ લેતા તે જોવાનો લ્હાવો તો આજુબાજુ ગામના લોકો પણ લેતા અને રીતસરની ચોક એરિયામાં ભારે ભીડ જમા થતી..
આજથી 12 વર્ષ પહેલાની વેશભૂષાની વિડિઓ ઝલક જોતા ત્યારે વેશભૂષામાં દેખાતા ટાબરીયાઓ આજે વરઘોડે ચડે એવા દેખાઈ રહ્યા છે.મિત્રો એ જ મઝા છે અને જૂના યાદગાર સંસ્મરણો વાગોળવાની મોજ કાંઈક અલગ છે.અને એને યાદ કરીએ એટલે સુખાકારી ક્ષણ માણ્યાનો ફરી પાછો અહેસાસ થવા લાગે..
🔷 વેશભૂષા નિહાળતા સમાજજનોની આછેરી વિડિઓ ઝલક
“જય હો”
ફોટો & વિડિઓ સેન્ડર..
હર્ષ રૂદાણી,કલ્પેશ પારસિયા
કલ્પનાબેન ભગત,ફાલ્ગુની પારસિયા
જયશ્રીબેન પારસિયા.અંકિતા ચોપરા..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904