#EkZalak536… બદલાતી પરિસ્થિતિ અને સમયના સથવારે મધ્યમવર્ગીય ખેડૂતોના લાભાર્થે બમણા પાક ઉત્પાદન માટે સફળતમ પ્રયોગો કરતા “શાંતિલાલ મનજીભાઈ મુખી” (12 વર્ષ પહેલાં એક પાળિયામાં બે પાક લેવાની તરકીબ ભાઈના નામે છે) અંગીયાના રસ્તાઓ પર અંદાઝે એક કિલોમીટર ગાડીઓની ટ્રાફિક જોઈને શાંતિલાલ ભાઈએ સાબિત કરી દીધું કે પીળીપતિ ડુંગળીના ટોપ લેવલના રોપાની માંગ કેવી છે..!!
🔷 જાણીએ શાંતિલાલ ભાઈ મુખીને..
આમ જોઈએ તો શાંતિલાલ બધાએ ખેતી ક્ષેત્રે “સાહસિક” છે કે કેમ..? થોડા સમય પહેલા આપે કદાચ ekzalak વેબસાઈટ પર સફરજનની સફળતમ ખેતી કરતા શાંતિલાલ ભાઈ ખીરસરા અને હળદરની ખેતી કરતા શાંતિલાલ ભાવાણીનો આર્ટિકલ વાંચ્યો હશે..? ના વાંચ્યો હોય યો વાંચશો તો એક વાત જરૂર જણાશે કે શાંતિલાલ સર્વે સાહસિક છે એવું કહેવું જરાય ખોટું નથી..!!
કોલેજનું એક વર્ષ પૂરું કર્યા બાદ બાપ દાદાવાર થી ચાલ્યો આવતો વ્યવસાય ખેતી કરવી એ મારો પ્રથમ પેશન હતું,માત્ર કરવા ખાતર ખેતી કરવી નહીં પણ સૂઝબૂઝથી આધુનિક રીતે અને પાછું નસોમા યુવાનીનું દોડતું લોહી મને વધુ સાહસિક બનાવતું હતું.તમે જે પણ કાંઈ કરવા માંગો છો તેમાં ઇનવોલ્વ થઈ જશો તો 100% કામયાબ થશો એવું શાંતિલાલભાઈ મુખીનું માનવું છે.
🔷 કારાડો પીળીપતિ ડુંગળીના ટોપ લેવલના રોપાની માંગ કેવી છે..?? નિહાળો વિડીઓમાં
આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના બીજનું વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને પીળીપતિના આ ડુંગળીના ટોપ લેવલના રોપા તૈયાર થાય છે.જે ડુંગળી સ્વાદમાં મીઠાસ સાથે રસવાળી અને ખાસ કરીને તેમાં ગાંઠ બંધાતી નથી..!!જેની માંગ આસપાસના વિસ્તારથી માંડીને સમગ્ર કચ્છના ખેડૂતોમાં રહેલી છે..!
પ્રથમ વખત શાંતિલાલ ભાઈએ અંદાઝે 2 એકરમાં પીળીપતિ કારાડોનું વાવેતર કરેલું હતું અને બહુ મોટી સફળતા પણ મળી છે સાથે અંગીયાના અન્ય ખેડૂતોમાં સુરેશભાઈ મેઘાણી છેલ્લા પાંચ દાયકાથી પીળીપતિ કારાડોમાં રીતસર નો દબદબો બોલાવ્યો છે.આ વખતે તો શરૂઆત શાંતિલાલભાઈ પણ ખૂબ સારી કરી છે.કેમકે સ્વાભાવે પહેલેથી જ સાહસિક રહ્યા અને તેના ફાર્મની બાજુમાં અંગીયા- નાગલપર રોડ પર ગત રવિવારે વાહનો ભારે ખડકલો જોવા મળેલો જે જગ્યાએ કારાડો વાવ્યો હતો તે જગ્યાએ રીતસર નો મેળો જામ્યો હતો તે આપ વિડિઓ જોઈ શકો છો..!!
🔷 12 વર્ષ પહેલાં એક પાળિયામાં બે પાક લેવાની તરકીબ શાંતિલાલ ભાઇ એ અજમાવેલી..
જે સમયે ખેડૂતભાઈઓ એક પાળિયામાં માત્ર એક જ પાક વાવતા હતા..!!તેવા સમયે 12 વર્ષ પહેલાં સૌ પ્રથમ વખત આ વિસ્તારમાં એક પાળિયામાં કપાસનું વાવેતર કરેલ હતું એજ પાળિયામાં એરંડાનો પાક વાવીને નવી તરકીબ સફળ તરકીબ અજમાવીને બમણી કમાણી કરેલી.આ સફળતમ પ્રયોગથી મધ્યમવર્ગીય ખેડૂતને આજે સરસ મઝાનો ફાયદો થઈ રહ્યો છે.આજે દાડમના છોડ સાથે એરંડા,કપાસ,ધાણા વગેરે પાક ખેડૂતભાઈઓ લઈ રહ્યા છે..!(કદાચ એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક ફાયદાકારક રહે)
🔷 સાહસિક શાંતિલાલ ભાઈનો શાહી શોખ..
અંગીયામાં એક માત્ર ખેડૂત જે ઘરથી ફાર્મ પર ઘોડી લઈને જવા આજકાલ તૈયારી કરી રહ્યા છે.!ગામમાં એકમાત્ર ઘોડી અને એ પણ શાંતિલાલ ભાઈ કને..!પેટ્રોલ તો ઠીક પણ મહદઅંશે પોલ્યુશન ઘટાડવામાં મારો ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવું યોગદાન લખાશે એ નક્કી અને ઘોડાથી લગાવ ધરાવતા શાંતિલાલભાઈ હેલ્ધી રહેવા માટે ભીંડા,મરચા,દૂધી, ગાજર,ટમેટા વગેરે શાકભાજી પણ પોતાના ફાર્મ પર વાવેલી છે.શાંતિલાલ ભાઈ આપ અન્ય માટે ખરેખર પ્રેરણારૂપ છે.આપણા નવા-નવા પ્રયોગો અન્ય ખેડૂતો માટે રાહતરૂપ છે..
“જય હો”
ફોટો & વિડિઓ ક્લિક બાય
ખીમજીભાઈ વિનોદ પારસિયા
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904