#EkZalak540.. ગામડાઓમાં શિયાળામાં અને સંક્રાંતિના શ્વાનોની શેરીએ-શેરીએ સેવા કરતા સેવાભાવીઓ તો છેલ્લા દસ વર્ષેથી પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓનો સારવાર કૅમ્પનું આયોજન કરતા શાંતિભાઈ & ટીમ..


🔷 પુણ્યઅર્થે ગામની ગાયોને તો મકરસંક્રાંતિ સૌ કોઈ ચારો ખવરાવે પણ ગામડાઓના પહેરેદાર સમાન શ્વાનોને શિરો ખવરાવે એવા જૂજ ગામડાઓ છે.!


કચ્છની તોડી નાખે એવી કડકડતી ઠંડીમાં શેરીઓમાં,વાડાઓમાં કે ઓટલાની આસપાસ *ઓથના* આશરે પડયાં રહેતા કુતરાઓ ઘણી વખત તો આંખલાઓને કારણે રાત આખી ભૂખ્યા સુઈ રહેતા હશે..!!(ચાડીઓ પર વર્ચસ્વ તો આંખલાઓ આજકાલ જમાવી બેઠા છે)

નાના-અંગીયા,રસલિયા,વિથોણ અને માંડવીમાં શ્વાનોની સેવા કરતા ફોટો અને વિડિઓ વાયરલ થયા છે.(અન્ય ગામડાઓમાં આવી સેવાઓ કદાચ કરતા હોય અથવા આ ગામડાઓ પર પ્રેરણા લેવા જેવી ખરી)


નખત્રાણાના નજદીક ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અગ્રેસર ગામ અંગીયા આવેલું છે.ગામના યુવાનોનું એક ગ્રુપને એવો વિચાર આવેલ કે મકરસંક્રાંતિના ગાયોને સૌ કોઈ લીલો ચરોચાર આપે એ સારી બાબત છે.પણ આપણી આસપાસ રહેતા કુતરાઓ માટે કાઈક કરવું જોઈએ,એ ઉમદા વિચારે પ્રથમ વખત ગામની દરેક ગલ્લીઓ,વાડી વિસ્તારમાં મકરસંક્રાંતિના રોજ આ સેવાભાવી યુવાનોએ ખીચડી ખવરાવીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બનેલા.

🔷છેલ્લા 5 વર્ષેથી સેવા કરતા રસલિયા ગામના યુવાનો..


અગાઉ એવા સમાચાર સાંભળેલા કે તાજી વિહાયેલી કૂતરીને રસલિયા ગામના યુવાનો એ શિરો ખવરાવે પણ છેલ્લા 5એક વર્ષેથી ગામના સેવાભાવી યુવાનો દ્વારા સંક્રાંતિના આગલે દિવસે ગામની તમામ શેરીઓમાં કુતરાઓ રોટલા-ખીચડી ખવરાવે છે..



🔷 અબોલાના બેલ્લી તરીકે જાણીતા સેવાભાવી શાંતિલાલભાઈ ટીમ સાથે…


ગામ વિથોણની આસપાસનો વિસ્તાર માંથી અવારનવાર તમે ને હું પશુઓના સારવાર કેમ્પ અને પશુપક્ષીઓની સેવા કરતા ફોટો-વિડિઓ શાંતિલાલ ભાઈના જોયા હશે..?દયાળુ વ્યક્તિત્વના માલિક શાંતિલાલભાઈ નાયાણી અને તેમની ટીમ મકરસંક્રાંતિના રોજ ઘાયલ પક્ષીઓના સેવાર્થે કેમ્પનું છેલ્લા 10 વર્ષથી આયોજન કરે છે.સાથે ગામમાં કોઈપણ પશુ બીમાર હોય અથવા જટિલ ઓપરેશનમાં તેઓ ડોક્ટર સાથે હમેશા હાજરાહજૂર રહેતા હોય છે.કેટલાય વર્ષોથી શાંતિલાલભાઈ વિથોણ મધ્યે પશુ સારવાર કેમ્પનું આયોજન કરી રહ્યા છે..

Photo Credit By Vishal Joshi

વિથોણ ગામ મધ્યે સેવાભાવી યુવાનો દ્વારા શિયાળામાં કડકડતી ઠડીમાં ખાસ શ્વાનો માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરે છે તેની મકરસંક્રાંતિના રોજ આછેરી ઝલક આપ સમક્ષ..

🔷છેલ્લા 20 વર્ષેથી સેવા કરતા આમારા ગામના યુવાનોની આછેરી ઝલક..


“જય હો”


ફોટો & વિડિઓ સેન્ડર

શરદ પોકાર,વીનું કેશરાણી

હેમંત ભાવાણી,ધર્મેન્દ્ર નાયાણી
લીજેશભાઇ સાંખલા..


✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા

9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *