#EkZalak542… નિરોગી જીવન જીવવાના આસન અને યોગાસન શીખવાડતી નિરાલી પોકાર. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા તાલીમબદ્ધ થયેલ ટ્રેનર દ્વારા યોગા અભ્યાસ…
🔷 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની જાણીતી હસ્તીઓ શરીરે ફિટ રહેવા યોગા અભ્યાસ કરે છે…!!!
આમ તો જીવનની સાચી સંપત્તિ શરીર જ છે..!!એમાં ખાસ તો નિરોગી શરીર.મોટી ઉંમરે પણ તમારા નખમાં એ રોગ ન હોય અને ફેવરિટ મીઠાઈ કે આઇટ મો દબાવી ખાવા મળે તો..??બોસ મોજ જ પડે ને..??આ બધું કરવા માટે તો શરીર ને સમય આપીને ફિટ રાખવું પડે.અને એના માટે નિત્ય દોઢેક કલાક હળવી થી ભારે કસરત કરીને પરસેવે નહાવું પડે..
બાબા રામદેવ,મોદી સાહેબ,અક્ષય કુમાર કે શિલ્પા શેટ્ટી વગેરે-વગેરે લોકો મોટી ઉંમરે પણ પોતાનું શરીર યુવાનો ને શરમાવે એવુ તંદુરસ્ત રાખવામાં સફળ થયા છે.એ સફળતાનું રહસ્ય યોગ જ છે.યોગ નું લોકો મહત્વ સમજે અને પોતાને ફિટ રાખે તે માટે 21 જૂન ને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલ છે.
🔷 જાન્યુઆરી 2021માં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો..
ગુજરાત સરકાર દ્વારા ખાસ યોગ શિક્ષક દ્વારા યોગ ટ્રેનર ને ટ્રેનિંગ આપવાનો કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોજ્યો હતો.16 વર્ષેથી ઉપર ઉંમર ધરાવનાર 10 પાસ કે તેથી વધારે અભ્યાસ કરેલ વ્યક્તિને નિઃશુલ્ક બોર્ડ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી..!!
આ ટ્રેનિંગ બાદ તાલીમબદ્ધ યોગ ટ્રેનર પોતાના ગામ,સોસાયટી,શાળા,કોલેજ કે એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ માં યોગ અભ્યાસ કરાવી શકશે અને નિયમિત યોગ કલાસ પણ ચાલુ કરાવી શકશે જેનું વેતન સરકાર શ્રી તરફથી આપવામાં આવશે..
🔷 તાલીમબદ્ધ યોગ ટ્રેનર નિરાલી પોકાર પાસે ગ્રામજનો વિવિધ યોગાસન શીખી રહ્યા છે..
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા તાલીમબદ્ધ થયેલ ટ્રેનર દ્વારા ગામડાઓ કે એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ વગેરે જગ્યાઓ પર યોગ કલાસ ચાલુ થઈ ગયેલા છે.છેલ્લા બે-ત્રણ દિવસથી નિરાલીબેન પોકાર પણ ગામડાઓમાં ટ્રેનિંગ આપી રહ્યા છે.ધીમે- ધીમે ગ્રામજનો યોગા અભ્યાસમાં જોડાઈ રહ્યા છે.
જીવનના અંતિમ દિવસો સુધી જો ફિટ અને હિટ રહેવું હશે તો અત્યારથી જ નિયમિત પણે શરીરને વિવિધ કસરત અને યોગાભ્યાસમાં વ્યસ્ત રાખવું જ પડશે.સરકાર તો લોકોના હેલ્થ માટે ચિંતિત છે,અને યોગ તાલીમો આપી રહી છે.હવે જોવાનું એ છે કે લોકો તાલીમબદ્ધ થયેલ યોગ ટ્રેનરનો કેટલો લાભ લઇ શકે છે…
“જય હો”
ફોટો ક્લિક..
ભક્તિ વાઘાણી
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904