🔷 નારાયણ ડિવિઝનના 13 થીમ કન્વીનર સાથે માર્ગદર્શન મિટિંગ…
ગત રવિવારના રોજ નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ‘નારાયણ ડિવિઝન’ ની મિટિંગ મળી હતી.. જેમાં 13 થીમ કન્વીનરો ને અગામી દિવસો માં વિવિધ થીમ અંતર્ગત પ્રોગ્રામ તૈયાર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..
આસપાસના ગામડાઓ અને યુવા મંડળો અને યુવાહૈયાં સામાજીક એક્ટિવિટી થી કઈ રીતે સંકળાયેલા રહે તેના અંતર્ગત અગામી દિવસોમાં થીમ કન્વીનરો ને વિવિધ કાર્ય કરવા પર પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીએ ભાર મુક્યો હતો…
ડિઝાસ્ટર , હેલ્થ , રમતગમત , આધ્યાત્મિક , યુવા ઉત્તકર્ષ વગેરે થીમ પર અગામી દિવસોમાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન દ્વારા કાર્ય કરવામાં આવશે..
🔷 સગપણ સમસ્યા માથા નો દુખાવા સમાન…!!
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનમાં ના “નારાયણ ડિવિઝન” માં આવતા ગામડાઓ માંથી પ્રમુખ સેવક પધારેલ અને ગામડાઓની સામાજીક સમસ્યાઓ સૌ આગળ વર્ણવેલ.. તેમાં ગામડાઓમાં મોટાભાગે આપણા યુવાનો કુંવારા છે તે અંતર્ગત ચર્ચા અને ચિંતન કરેલ.
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના નારાયણ ડિવિઝન માં આવતા 32 ગામડાઓમાં 23 થી 35 વર્ષના સારી એવી સંખ્યામાં છોકરાઓ કુંવારા છે એ મોટો ચિંતા નો વિષય છે.!! નાના ગામની ગણતરી કરીએ તોય 30પલ્સ છોકરાઓ તો સેજે કુંવારા મળે, આ આપણી સમાજની મોટી સમસ્યા માની એક છે એ નક્કી..!
ગામડાઓ માંથી પધારેલ પ્રમુખશ્રીઓ એ અગામી દિવસોમાં સગપણ સમસ્યાઓ કઈ રીતે હળવી કરી શકાય એ દિશા માં ભારપૂર્વક કાર્ય કરવું અને જ્યાં સહયોગ ની જરૂર જણાય ત્યાં ચોક્કસ પણે યાદ કરશો એવું જણાવેલ..ઇતર જ્ઞાતીના મવાલી જેવા છકરાઓ ના સંપર્ક થી કેમ દૂર રાખી શકાય એ વિષય પર ચર્ચા કરેલ..
તાલુકા થી 15 કિલોમીટર અંદરની બાજુ આવેલ ગામડાઓ માં તો આ વિકટ પ્રશ્ન છે. છોકરીઓના સગપણ સેજે થઈ જાય છે એટલે વહુ લઇ જાય પણ છોકરી આપવામાં દુરી નડે છે. કન્યાને વહુ તરીકે લેવી હોય તો કિલોમીટરની અડચણ ક્યાં છે..? ‘દેવી હોય દીકરી’ તો ભલભલા ને દુખાવો ઉપડે છે..!!
આ કાર્યક્રમનું સંચાલન યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના મહામંત્રી રાજેશભાઇ સાંખલા એ કર્યું હતું અને રાષ્ટ્રગાન બાદ આ વાર્તાલાપ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરી સૌ છુટા પડેલ..
જય હો
✍️ મનોજ વાઘાણી…
PRO , યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…