#EkZalak554.. સવારે 6.30એ ભીખુઋષી ડુંગર પરનો અદભુત સાપુતારા હિલસ્ટેશન જેવો નઝારો.!!એકાંતપ્રિય,શાંતિપ્રિય અને મેડિટેશન થી લઈને એક્સરસાઈઝ ચાહક લોકો માટે અલગ જ અનુભૂતિ નો અહેસાસ કરાવતો માઉટેન…! (શરીરને ઉર્જાવાન રાખવા દર સન્ડેના શિખર સર કરવાનો મિત્રો સાથે નો અંહેરો ઉત્સાહ જ અમને ખરો પ્રકૃતિનો પરિચય કરાવે છે 🌳🍀🌵🏔️)
🔷 પ્રાકૃતિક પર્યટનનું સ્વર્ગ એટલે કચ્છ..!ભીખુઋષી ડુંગર પરની સવાર સાપુતારા હિલસ્ટેશન સમાન…!!
સફેદ રણ,વિશાળ દરિયા કિનારો સાથે નાના મોટા ડુંગરો તેમજ જંગલો,ઘસિયા પ્રદેશ કચ્છને કુદરતની અનોખી ભેટ છે.નિયમિત વરસાદ જો આ વિસ્તાર પર થાય તો કચ્છ એ કાશ્મીર જ છે.કચ્છ વિસ્તાર કાઈ બધે જગ્યાએ સૂકો નથી..!!તમને માનવામાં નહિ આવે પણ ગંગોણના નદી વિસ્તારોમા આજે પણ ધીમીધારે પાણી વહી રહ્યું છે..
પ્રકૃતિને પ્રેમ કર્યા વાળા લોકો અને વિવિધ સ્થળો ખૂંદવાના શોખીન જીવડાઓ માટે તો સાયરા સ્થિત ભીખુઋષી ડુંગર અત્યંત આનંદ દાયક છે.ગીચ ઝાડી ઓ થી ઘેરાયેલો આ વિસ્તારમાં વહેલી સવાર અને ઢળતી સાંજે વિવિધ પક્ષીઓના કલરવ સાથે મોરના ટહુકાઓ જાણે મેડીટેશન દરમિયાન બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પ્લે થતું હોય એવો અહેસાસ કરાવે..!સવારે 6.30 કલાકે વાદળો જાણે ડુંગરની ટોચ પર વિસામો લીધો હોય એ દ્રશ્યો કેમેરામાં કેદ કરતા સાપુતારા હિલસ્ટેશનની યાદ અપાવી..
🔷 ટોચ પરથી આસપાસની સમૃદ્ધ વાડી વિસ્તાર અને ગામડાનો નઝારો…
તળેટી થી આશરે 1388 પગથિયાં ધરાવતો ભીખુઋષી ડુંગર આરોહણ કરવા માટેની બેસ્ટ જગ્યા છે.અવારનવાર ટ્રેકરો તેમજ કસરતી શોખીન લોકો આવતા-જતા હોય છે.શરીર જેના થોડાક ભારેખમ હોય એમને તો હૃદયના ધબકારા બારે સંભળાય એવી શાંત અને પગથિયાં ચડતા જ પરસેવે રેબઝેબ કરી મૂકે એવું થોડુંક ચડાણ પણ ખરું.
ટોચ પર પોહચો એટલે તમારું પરસેવે રેબઝેબ શરીર પર ઉપર હવા સ્પર્શે અને જે ઠંડક નો અનુભવ થાય એ ઠંડક અને ઉપરનું વાતાવરણ તો જાણે એકાંતપ્રિય,શાંતપ્રિય અને ધ્યાન,યોગ અને મેડિટેશન માટે સર્જાયું હોય..!!ટોચ પર આસપાસનો ફળદ્રુપ વાડી વિસ્તાર તેમજ દૂર દૂર સુધી દેખાતા ગામડાઓ નો નઝારો આરોહણ કરનાર ને પળભર થાક દૂર કરી મૂકે છે..
🔷 શરીરને ઉર્જાવાન રાખવા દર સન્ડેના શિખર સર કરવાનો મિત્રો સાથે નો અંહેરો ઉત્સાહ…
શરીર ને તંદુરસ્ત અને ઉર્જાવાન રાખવા માટે અમે પાંચેક મિત્રો વહેલી સવારે 4 કિલોમીટર રનિંગ તેમજ દર રવિવારે આસપાસનો કોઈ ડુંગરની ટોચ ઉપર ચડાણ કરવાનું નક્કી કરેલ છે.અને રાબેતા મુજબ એ શિડયુઅલ અમે ફોલો કરી રહ્યા છીએ.હળવી થી હાફ ચડે એ લેવલની અમે લોકો ફિટ રહેવા કસરત કરી રહ્યા છીએ..
બધા મિત્રોનું માનવું છે કે 24 કલાકમાં 1 થી 2 કલાકની હળવી થી ભારે કસરત કરવી જોઈએ.જેથી શરીર તંદુરસ્ત રહે અને આ કોરોનાકાળમાં ઇમ્યુનિટી લેવલ તમારું અપ જ હોય…
“જય હો”
ફોટો ક્લિક…
દિપેશ મેઘાણી..
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904