#પોઝીટીવપંચ 01… 42 ડીગ્રી તાપમાને તપતા તડકાઓમાં વગડાઓ ખાલીખમ થયા છે,ત્યારે જરૂરિયાતમંદ ગૌ-શાળાઓમાં જાત મહેનતે 12,000/- કિલો લિલી મકાઈ નાખતું ઉમિયાં ગ્રુપ…!!300 ચકલીઘર સાથે 200 પાણીકુંડનું આયોજન (દાતાઓનું દિલ જીતી ચુકેલું ઉમિયાં ગ્રુપ અબોલાના આયોજનમાં અગ્રેસર)


🔷 આયોજન નો એક પૈસો પણ રાખવો નથી…!!!!

છેલ્લા 3 વર્ષેથી નખત્રાણા મધ્યે સિક્સર ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરતું ઉમિયાં ગ્રુપનો એક જ ઉદ્દેશ્ય છે.આયોજનના અંતે જે કાંઈ પણ બચત થાય તે સંપૂર્ણપણે ઉનાળાના સમયગાળા દરમિયાન અબોલાની સેવામાં વાપરવા,એ પણ જરૂરિયાતમંદ ગૌ-શાળાઓ સુધી પહોંચીને જાત મહેનતે લીલોચરો નાખવો..!


🔷 દાતાઓ દિલ ખોલીને દાન આપે છે અને આયોજનમાં ટીમોની વેઇટિંગ હોય છે..!!

અમારા પૈસા લેખે લાગે રહ્યા એવું દાતા પરિવારને ઉમિયાં ગ્રુપની કાર્યપ્રણાલી જોઈને લાગે છે.નિસ્વાર્થ ભાવે 20 થી 22 લોકોનું સક્રિય ગ્રુપનું સુંદર આયોજન ક્રિકેટરોને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મજબૂર કરે છે.અને જેવી જાહેરાત થાય ટુર્નામેન્ટની એટલે 1 કલાકની અંદર ટીમોના ઢગલાબંધ નામો આવી પડે..




🔷 વિવિધ જરૂરિયાતમંદ જગ્યાઓ પર ચારો નાખતું ઉમિયાં ગ્રુપ…

રમેશભાઈ માવાણીના નેજા હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન થઈ રહ્યું છે.સાથે ઉમિયાં ગ્રુપના સેવાભાવી અને ઉત્સાહિત મિત્રો જે હાદ કરો ને હાજરાહજૂર હોય.જે મિત્રો આવી કાળઝાળ ગરમીમાં અબોલા પશુઓ માટે (રાતા તળાવ, નખત્રાણા,બીબર,ભીમસર,ગોંધીયાર,રામેશ્વર,થાન જાગીર વગેરે)જરૂરિયાતવાળી જગ્યાઓ પર લીલા ચારોનું નિરણ કરવામાં આવ્યું હતું જે આપ તસવીરો માં જોઈ શકો છો..



🔷 300 ચકલીઘર સાથે 200 પક્ષીપાણી કુંડ નું ટૂંક સમયમાં આયોજન..

ટૂંક સમયમાં ઉમિયાં ગ્રુપ ચકલીઓ માટે 300 ચકલીઘર તેમજ તેમને પીવા માટે 200 માટીના કુંડાનું આયોજન કરી રહ્યું છે.જે જાત મહેનતે ઉમિયાં ગ્રુપ ગામડાઓમાં પોતાની ટીમને સાથે રાખીને બાંધશે.



પ્રેરણારૂપ કાર્ય માટે ઉમિયાં ગ્રૂપને અભિનંદન તેમજ સીઝન 4 માટે એડવાન્સમાં ekzalakની શુભેચ્છાઓ..




“જય હો”

તસવીર…
શરદ નરશીભાઈ પોકાર..

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *