#પોઝીટીવપંચ 04.. Covid-19ના હાલના ડરામણા સમયમાં FAKE PLACEBO ટ્રીટમેન્ટ છે શું..?? PLACEBO નામનો Positive વર્ડમાં પડેલ તાકાતનો અંદાઝ આપ વિડિઓ પર જોઈ શકો છો..! માનસપટ પર તેની થતી કેટલીક અસરો વિશે જાણીએ સર્ટિફાઈટ Neurologist ડો.માનસ સમર્થને..
🔷 બ્રેઇન & બોડી વચ્ચેનો સકારાત્મક સબંધ એટલે PLACEBO ટ્રીટમેન્ટ..!!
જ્યાં સુધી તમે ખતરાની ખાતરીપૂર્વકની જાણકારી નથી ત્યાં સુધી તો ડર કોને કહેવાય એની ખબર જ નથી.બીક એ એવો અંદરૂની અહેસાસ છે,જે અંદર થી શંકા પેદા કરે અને તમારો કોન્ફિડન્સ ઢીલો કરીને તમને જાતભાતના વિચારોમાં વિચારતા કરી મૂકે..!!નીચે ફોટો પર આપ જોવો તો ખ્યાલ આવશે કે જાણકારી ના હોય ને તો તમને જાનની પણ પરવાહ નથી..!!આ પુલ પર પસાર થતા જો કોઈને ખબર પડે કે નીચે ભાઈ શેર છે તો હરામ જો આગળ જાય ભલભલાના ધોતિયા ઢીલાં ને પેન્ટ પલાળી મૂકે…!!
જે શેરીમાં દરરોજ રાત્રે લાઈટ વગરના અંધારપટ પર તમે બિન્દાસ પસાર થતા હોવ અને કોઈક દિવસ તમને જાણ થાય કે અયા તો કાળોતરો સાપ આંટાફેરી કરે છે તો શું તમે ફ્લેશ લાઈટ વગર જશો ખરા..?? બ્રેઇન અને બોડી વચ્ચે જો સકારાત્મક સબંધ બંધાય તો શરીર આપોઆપ સ્વસ્થ થાય એ વાત નક્કી છે. આ ફેક તો ફેક પણ PLACEBO ટ્રીટમેન્ટ અસર કારક તો છે જ..
🔷 ડો.માનસ સમર્થ એ આપેલ PLACEBO ટ્રીટમેન્ટ ઇન્ફોર્મેશન વિશે નિહાળીએ 5 મિનિટ..