🔷 રમશે નવી મંજલ, હારશે નવી મંજલ અને જીતશે નવી મંજલના નારા થી શુભ સરુઆત થઈ…
નવી મંજલ ગામના સ્થાનીક દાતા પરિવાર અને ગામના જ પણ ધંધાર્થે બહાર ગામ વસતા પરિવારે ઉતરાયણના પર્વના દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવામાં સહયોગ આપ્યો હતો અને સાથે ગામના દરેક 10 વર્ષથી લઈને યુવક મંડળના દરેક સભ્યોઍ પોતાની નૈતિક ફરજ અદા કરીને આયોજનને સફળ બનાવા માટે જહેમત ઉઠાવી હતી…
મિત્રો, ટુર્નામેન્ટ નો પ્રારંભ ગામના વડીલો, માતાઓ અને ભાઈઓ તથા બહેનોની હાજરીમાં માં ઉમિયા ની સાક્ષીઍ દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો..રમશે નવી મંજલ, હારશે નવી મંજલ અને જીતશે નવી મંજલ ના નારા થી શુભ સરુઆત થઈ…
🔷 ઉમિયા xi ચેમ્પિયન..
ટુર્નામેન્ટની અંદર 4 ટીમોએ ભાગ લીધો હતો.અને દરેક ટીમે સારુ એવું પ્રદર્શન કર્યું હતું ,પણ અંતમાં કપ્તાન જીત નાકરાણી ની *શ્રી ઉમિયા xi* વીજેતા બની હતી અને કપ્તાન ભદ્રેશ હળપાણીની *શ્રી રાજશક્તિ xi* રનર્સઅપ રહી હતી..
ફાઈનલ મેચના મેન ઓફ ધ મેચ સ્થાનિક નવયુવક મંડળના પ્રમુખશ્રી અને યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનન મિશન ચેરમેન
● હસમુખભાઈ મણીલાલ નાકરાણી 13 રન અને 1 વિકેટ આપી ને રહ્યા હતા..
રનર્સઅપ ટીમ =
● શ્રી રાજ શક્તિ xi
વીજેતા ટીમ =
● શ્રી ઉમિયા માં xi
ટુર્નામેન્ટનું સંપુર્ણ સંચાલન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું..અંતે ટુર્નામેન્ટ માટેના બે શબ્દો અને આભાર વિધી નવી મંજલ પાટીદાર યુવક મંડળના પ્રમુખશ્રી તેમજ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રીજીયનના મિશન ચેરમેન *હસમુખભાઈ નાકરાણી* ના મુખેથી કરવામાં આવી હતી.
સૌનો આભાર..
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
*જય હો*
ઇન્ફો & ઇન્ફોર્મેશન સેન્ડર..
સુરેશભાઇ હડપાણી – નવી મંજલ
નારાયણ ડિવિઝન ysk કન્વીનર
✍️ મનોજ વાઘાણી – 96017 99904
નાના અંગીયા – કચ્છ..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…
hi