#પોઝીટીવપંચ 12.. કોલ કરતાંની એક કલાક અંદર સંધ્યા સમયે મગર પકડતું Forest Department Nakhtrana.તળાવો તળિયા ઝાટક થયા છે ત્યારે ગરમીની સીઝનમાં વાડી વિસ્તારના “હોજ ની મોજ” ક્યાંક ભારે ન પડે…??વનપાલ દક્ષાબેન વરસાણી,હિમંત સિંહ ચુડાસમા તેમજ ચંદુભાઈ મેરિયા,આ વનકર્મી ઓ એ ગણતરીની પંદરેક મિનિટમાં જ મગરને Rescue કરતો વિડીયો…!
🔷 ગરમીની સીઝનમાં વાડી વિસ્તારના હોજમાં નાહવા પડતા પહેલા નિરીક્ષણ જરૂરી..
શરીરને ઠંડક થાય તે માટે ગામડાઓમાં ગરમીની સીઝનમાં લોકો વાડી વિસ્તારમાં આવેલ હોજમાં નાહવા જતા હોય છે. આ હોજમાં છોકરાઓ વિવિધ રમતો અને સ્વિમિંગ કરતા હોય છે.આમ તો 5 ફૂટ પાણી માફક આવતું હોય છે અને લહેરથી ધુબાકા મારતા હોય છે.મગર જંગલ વિસ્તાર માંથી વાડી વિસ્તારમાં આવી ચડતા હોય છે,તેના ઘણા બનાવો સામે આવી રહ્યા છે.તેના પાછળ ના કારણો માં સંખ્યામાં વધારો તેમજ તળાવો અને ડેમો તળિયા ઝાટક થયા છે તેવું માની શકાય.આ જળચર પ્રાણી અવારનવાર પાણીની ખોજમાં વાડી વિસ્તારમાં આવેલ હોજમાં આવી ચડે છે.
આજકાલ વાડી વિસ્તારમાં નાહવા જતા પહેલા હોજની ફરતે અચૂક નિરીક્ષણ કરવા જેવું ખરું.આ ભૂખ્યા મગર પાણીમાં તેમની બમણી તાકાત થઈ જતી હોય છે.ભૂખ્યા મગરનો તમે ભોગ ન બનો તેની અવશ્ય કાળજી રાખશો.મિત્રો આ તો એક ચેતવણી છે..
🔷 ગામના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ..
સાંજના 6 વાગ્યાના અરસામાં નાના – અંગીયા ના હન્જર વાડી વિસ્તારમાં આવેલ નારણભાઈ કેશરાણીના “હોજમાં” મગર હોવાની વાત ગામના વોટ્સએપ *Patidar Groupમાં* ઉત્સાહી અને ઓબ્ઝર્વર યુવાન ધનસુખભાઈ રૂદાણીએ કરેલ..
આ જળચર પ્રાણી મગરને કોઈપણ જાતનું નુકશાન ન પોહચે અને તેને માનવ વસ્તીથી દૂર કોઈ ડેમમાં છોડી મુકવામાં આવે,જેથી મગર પણ સુરક્ષિત અને અહીંનો વાડી વિસ્તાર પણ.ગામના દશેક જાગૃત યુવાનો એ Forest Department Nakhtrana. – નખત્રાણા મધ્યે દક્ષાબેન વરસાણી અને હિંમતસિંહ ચુડાસમાને કોલ દ્વારા જાણ કરેલ.
અંધારું થઈ ગયેલ અને પોતાની ફરજ પત્યે વફાદાર આ વનકર્મીઓને ખરેખર સેલ્યુટ છે.વાડી વિસ્તારમાં 30એક મિનિટમાં તો ફોરેસ્ટ વિભાગની ગાડી અને ટીમ સાથે હાજર થઈ ગયેલ.!!હોજના કાદવમાં ચારેક ફૂટનો ખૂંખાર બનેલો મગરને પકડવો આસાન ન હતો.પણ ચપળતા અને અનુભવના દમ પર આ વનકર્મીઓ એ 15રેક મિનિટમાં પકડી પાડ્યો હતો..
🔷 ફોરેસ્ટ વિભાગ – નખત્રાણાની ઝડપી અને સરાણીય કામગીરી…
નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે Rescueકરી વન વિભાગે સાડા ચાર ફૂટનો મગર પકડ્યો હતો.
મગર પકડાતા લોકો ભય મુક્ત બન્યા અને મગર ને વન વિભાગે સુરક્ષિત જગ્યા એ છોડ્યો
નાના અંગિયા ગામની વાડીના હોજમાં મગર હોવાનું સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જણાવવા માં આવ્યું હતું.પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ તેમજ નખત્રાણા પશ્ચિમ રેન્જના આર એફ ઓ યુ આર મોરી તથા નખત્રાણા પૂર્વ રેન્જ ના RFO કે એચ રાજપૂત ના માર્ગ દર્શન તળે વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ટીમે ત્યાં રેસ્ક્યુ કરી મગર ને પકડી દૂર જ્યા માનવ અવર જવર ન હોય એવી સુરક્ષિત જગ્યા એ છોડવામાં આવ્યો હતો અને ગામ લોકોને ભય મુક્ત કરાયા હતા.
આ રેસ્ક્યુ મા વનપાલ ડી જે વરસાણી, હિંમતસિંહ ચુડાસમા,ચંદુભાઈ મેરિયા વગેરે વન કર્મીઓ દ્વારા જહેમત ઉઠાવી મગર ને પકડી પાડ્યો હતો..
“જય હો”
ફોટો ક્લિક…
ભાવેશ ચોપરા..
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904