🔷 ગ્રુપની ખાસિયત અને મુખ્ય ઉદ્દેશ્ય…
નખત્રાણા મધ્યે આવેલ ઉમિયા ગ્રુપ અને આશરે 30એક સભ્યોનું આ ગ્રુપ મિત્રો માત્ર વર્ષની શરૂઆતમાં સિક્સ એ સાઈડ ક્રિકેટ ટુર્નામેન્ટ ગૌ -સેવાના લાભાર્થે રમાડે છે.જોત જોતામાં તેઓ આ વર્ષે સીઝન-4 સિક્સ એ સાઈડ ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું અને ધાર્યા કરતાં 3 ગણી રકમ એકત્રિત કરી જે દાતાઓનો વિશ્વાસ અને દિલ ને કનેક્ટ થયા એવું કહેવું જરાય ખોટું નથી…
ટુર્નામેન્ટમાં એન્ટ્રી , સ્પોન્સર તેમજ જે પણ દાતાઓ દ્વારા રકમ આપવામાં આવે છે તે “સંપૂર્ણ રકમ* એજ વર્ષે આસપાસ તેમજ જરૂરિયાતવાળી ગૌ-શાળા , ઢોરવાડામાં લીલોચારો દાતાઓ ને સાથે રાખીને નિરણ કરવામાં આવે છે. ગ્રુપનો એજ ઉદેશ્ય છે કે મળેલ દાન એજ વર્ષે સંપૂર્ણ ખર્ચ કરી મુકવો અને આવતા વર્ષે આયોજન દ્વારા ફરી પાછા ગૌ – શાળાના લાભાર્થે એકત્રિત કરવાના..
🔷 દાતા અને ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં હિસ્સો બનવવા પડાપડી કરે છે..
સફળ આયોજનમાં અગ્રેસર આ ઉમિયા ગ્રુપ દ્વારા આયોજીત સિક્સ એ સાઈડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ખેલાડીઓ પડાપડી કરે છે.અંદાઝે 8એક ટીમો પેન્ડિંગમાં બોલતી હોય છે.
તેવી જ રીતે પોતાના દાનના પૈસા લેખે લાગે છે અને દાતાઓનું દિલ જીતી ચુકેલી આ ઉમિયા ગ્રુપમાં દર વર્ષે દાતાઓ ગૌ સેવાના લાભાર્થે પોતાનું યોગદાન દિલ ખોલીને લખાવે છે..
🔷 એડવાન્સમાં રાયપુરવાળા કૈલાસ શેઠ અને શંકર શેઠ સીઝન – 5 ના દાતા…
રાયપુર (છ) મધ્યે વોટર – ફિલ્ટર “ફિલ્ડમાં” પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મોટા દિલના ક્વોલિટી એકવાના માલિક કૈલાસ (કરણ) શેઠ અને શંકર શેઠ ગ્રુપ માટે ફરી પોતાનું દિલ દરિયો કરી મૂક્યું છે. કોરોનને કારણે ટુર્નામેન્ટમાં હાજર ન રહી શકનાર કરણ શેઠ એ લાઈવ ટુર્નામેન્ટની આયોજનશૈલી જોઈને ઓતપ્રોત થયેલ કરણ શેઠ ગૌ શાળાના લાભાર્થે મિત્રો લાખ રૂપિયા ખર્ચ થાય તો ઘટજો નહિ હું બેઠો છું.. બસ તમે આવા આયોજન કરજો એવું ટેલિફોનિક ચર્ચામાં મન મોટું રાખ્યું હતું…
🔷 ટુર્નામેન્ટમાં નાના અંગીયાની સરદાર – A ચેમ્પિયન અને મુખ્ય મહેમાન ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર્સ દિનેશ નાકરાણી હાજર રહેલા...
16 ટીમોને સાંકળતી આ ટુર્નામેન્ટ નખત્રાણાના બેરું રોડ સ્થિત બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે આયોજન થયું હતું..સવારે 8 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટ ને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો..
ફાઇનલમાં અંગીયાની સરદાર ટીમ અને લાયન્સ દરશડી વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો જેમાં અંગીયાની સરદાર ટીમ વિજેતા થઈ હતી.આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે સમગ્ર કચ્છ અને પાટીદારનું ગૌરવ દિનેશભાઇ નાકરાણી રહ્યા હતા..
🔷મેન ઓફ ધ સિરીઝ – મિત પારસિયા
🔷 હાઇએસ્ટ 4 – મિત પારસિયા
🔷ફાસ્ટેટ ફિફટી – મિત પારસિયા
🔷હાઈએસ્ટ વ્યક્તિગત ઇનિંગ – મિત પારસિયા ( 17માં 62)
🔷હાઈએસ્ટ સિક્સ – પાર્થ પારસિયા (10 six)
🔷બેસ્ટ વિકેટ કીપર – રાજ સેંઘાણી
🔷બેસ્ટ બેસ્ટમેન – જયસુખ વેલાણી
🔷બેસ્ટ બોલર – કેવલ (3 મેચ 5 વિકેટ)
🔷બેસ્ટ ફિલ્ડર – હર્ષદ પોકાર
🔷 આયોજક સમિતિ…
ઉમિયા ગ્રુપમાંના પ્રમુખશ્રી રમેશ માવાણી સાથે સતીશ વાઘાણી , શરદ પોકાર , કરણ પાંચાણી , કિશન નાથાણી , કેતુલ ભગત , અક્ષય ચોપરા , અજય ધનાણી , હાર્દિક રામાણી ,વિનય રાજાણી , રૂપેશ નાથાણી અને ગિરધર માવાણી વગેરે સભ્યો આયોજન માં અગ્રેસર રહ્યા હતા..
જય હો..
ફોટો સેન્ડર..
શરદ પોકાર
✍️ મનોજ વાઘાણી…
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…