#પોઝીટીવપંચ 22.. કચ્છ કડવા પટેલોની જાણે પરિભાષા..! વડીલશ્રી રતનશીભાઈ અરજણભાઈ મેઘાણી આ કણબી ભાષાના શબ્દોનો “બહોળો” ઉપયોગ કરે છે..! કણબી પટેલો પોતાની રોજિંદી બોલીમાં વાપરતા શબ્દો… (કણબી પટેલોની અને શુદ્ધ ગુજરાતી ભાષા વચ્ચે નો different…)


🔷 કચ્છ કડવા પટેલો પોતાની રોજિંદી ભાષામાં વાપરતા શબ્દો…!

કચ્છના કડવા પટેલની વસ્તી ધરાવતા ગામડા ઓમાં વડીલ વર્ગના લોકો પાસે આવા શબ્દો બહુ સાંભળવા મળતા હોય છે.જે શુદ્ધ ગુજરાતી થી કાંઈક અલગ તરી આવે છે. “સ” થી શરૂ થતો શબ્દોને “હ” થી ઉચ્ચારણ વધારે કરતા હોય છે..
લગભગ 98% શબ્દપ્રયોગ અમારા અંગીયાના વડીલશ્રી રતનશીભાઈ અરજણભાઈ મેઘાણી નીચે આપેલ શબ્દોનો કરે છે.જે કચ્છ કડવા પાટીદારો પોતાની રોજિંદી બોલચાલની ભાષામાં વાપરે છે..વડીલ સાથે તમે ટેલિફોનિક અથવા તો રૂબરૂ મેળાવડો કે વાર્તાલાપ કરો તો તરત ખ્યાલ પડે..




• કણબીભાષા Vs શુદ્ધ ગુજરાતીભાષા…..

ખણવુ – ઉપાડવું.

હખણા – સીધા

ઘચ. – ઘણું

હઘરી – સહ કુટુંબ

ચપ. – હોઠ

જટિયા – વાળ

છટ. – દુગૅઘ

હોઠાયો – જાડો

છબવુ -અડવુ

ગેથર – ડોક

ધજ. -સારૂ

હબાલો – મોટો

હણ – મારવું

ઇયા – અહીં

કચર – કૂટવું

ઉમા – ત્યાં

કપર – કિનારી

આ-પાહે – આબાજુ

ખટર. – ખાટું

ઓરલી કોર – આ બાજુ

જથર – જાડું.

ઓડુ – નજીક

ઢકળ – બેહોશ


પાહે – પાસે

લપડ – થપાટ

માંય – અંદર

વકલ – જાત

આહે પાહે – આસપાસ

વસન – વ્યસન

વાંહે – પાછળ

હખર – સારું

સુ કામ – શા માટે

અદર – અધર

કેપાય – ક્યાં

પગર – પરસેવો

કેમણા – ક્યાં

ખાર – ગુસ્સો

કેણી કોર – કઈ તરફ

ચાગ – લાડ

છટારૂ – ખરાબ

જાલ – પકડ

મોર – આગળ

માક – ઝાકળ.

ઓમ્ – આ વર્ષે

માઠ -ચુપ રહેવું.

પોર – ગયા વર્ષે

રાવ – ફરિયાદ.

હવારે – આવતી કાલે

લાગ – મોકો.

ઓલેદી – પરમ દિવસ

લાણ – પ્રસાદ

ઓરા – પાસે

સાખ – શાક

ચોપુ – ઢોર

આઢવુ – માલિશ કરવી

ખલા – જોડા

હમૂળો – જરાપણ

ગટા – ગાલ

જોવાણ – યુવાન

પરા – દૂર

ગેઢુ – ઘરડું

ઠાલા – ખાલી

નેપટ – તદન

પાણા – પત્થર

ચળ્યો – ગાંડો

ગાડર – ઇયળ

ખમીશ – બુશકોટ

ચાબળ – ચાવવાની ટેવ

ચાનસ – તક

હાજુ – ઠીકઠાક

જાતર – માનતા

ભોરીયો – સિંગદાણા

થાકલ – દુબળું

ઈઘણ – બળતણ

માતર – સુખડી.

વથાણ – ગામ નું પાદર

વાવડ – સમાચાર

વેછાળ – પથારી

હાકલ – બોલાવવું.

પછાળ – બપોર પછી

જમાર – ઉંમર

નલાડ – લલાટ

ભતાર – બપોર નું જમવાનું

હલાક – હેરાન

અટાળ – રેતી

અજાળ – ઘોઘાટ

અચાર – ચોખ્ખાઈ

અગાડ – સવાર થી બપોર વચ્ચે

તકડા – ઉતાવળા


“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
વોટ્સએપ ગ્રુપ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *