🔷 લેડીશને તમે જવાબદાર કેમ ગણો છો..? આરોપ કેમ લગાડો છો..??
સંપર્ક યાત્રા દરમિયાન ઘણાબધા બહેનો અમને તેજાબી સવાલ કરતા હોય છે..! સાથે એમ પણ કહેતા હોય છે કે વળી – વળીને તમે જેન્સ લોકો લેડીશને જ કેમ જવાબદાર ગણો છો..?? દીકરી સાસરે થી પાછી ફરે અથવા તો દીકરી કોઈક છોકરા સાથે માં બાપની મરજી વગર પ્રેમ લગ્ન કરી લેતી હોય ત્યારે સમાજ કે સગાસંબંધીઓ એક આરોપ લગાવે કે મા ને ધ્યાન ન રાખવું જોઈએ..? એની માં ને એટલી એ ખબર ન હોય કે દીકરી ક્યાં દિલ પોરવીને બેઠી છે..
વાત પણ સત્ય છે..!! આપણા પાટીદારોમાં બીજી જ્ઞાતિની સરખામણી એ મોસ્ટઓફ જુવાનિયા છોકરાઓ રખડુ જોવા નહિ મળે..! અભ્યાસ છોડ્યા પછી કે અભ્યાસ દરમિયાન બાપ -દાદાના ગલ્લા કે કોઈક પાસે શીખવા પૂરતા નોકરીએ લાગી જતા હોય છે.(લારા લપાટામાં બહુ ઓછા પડે મતલબ એટલો ટાઈમ પણ ન હોય) એટલે એ જુવાની દરમિયાન જ શીખી જતો હોય છે કે મારા ઘર – પરિવારને સુખી કેવી રીતે કરી શકું..?
એવી જ રીતે ઘરના જવાબદાર વ્યક્તિ *બાપ કે દાદા* વ્યવસાય ને તંદુરસ્ત બનાવવા હમેશા મથતા હોય એટલે ઘરની આર્થિક પાસા સિવાય ની સાચવવાની જવાબદારી મહિલાઓ પાસે રહેતી હોય. દીકરી જ્યારે ઉછેરતી હોય ત્યારે વધારે પડતો ટાઈમ ઘરમાં સ્પેન્ડ કરતી હોય એ પણ તેમની માતાની દેખરેખ માં. એટલે જ દીકરીની જરાકકશી હલચલ ની માતાને ગંધ તો આવી જતી હોય એટલે જ જવાબદાર માતા ને વધારે માને છે..
🔷 હૃદયમાં સોંસરવી ઉતરી જાય તેવી સ્પષ્ટ વાત સુખપર રોહા મધ્યે કૌશલ્યાબેન નાકરાણી કહેલી…!
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન જ્યારે સુખપર રોહા મધ્યે પોહચ્યું ત્યારે ખુલ્લા મંચ પર એવો સંવાદ થયેલ, આપના ઘણા દીકરાઓ કુંવારા રહી જાય છે અને દિકરીઓ નાની નાની વાતે માવતરે રિસાઈને કેમ આવી જાય છે..? અથવા તો સાસુ સાથે માથાકૂટ થઈ જાય છે તેના પર સુખપર રોહના કૌશલ્યાબેન નાકરાણી એ જાહેરમાં કહેલું..
ઘરની માતાઓ જ આપણે દીકરીને બગાડીએ છીએ..! 20 વર્ષ આપણે ત્યાં ઉછરેલી દીકરી જ્યારે સાસરે વળાવીએ અને દરરોજ શુ બે- બે કલાક વાતો કરવાની હોય..? તે શુ ખાધું..? આવી નાની નાની વાતો શુ રોજ કરવાની હોય, તમારો થયેલ દરરોજ વાર્તાલાપ ખરેખર ત્યાં સસરિયાના વાતાવરણમાં સેટ જ થવા નથી દેતો. મતલબ સાસુ જોડે મનમેળ ઓછો ને માતા સાથે જાજો થતો હોય અને પરિણામે નાની નાની વાતે ચડામની વાતો ને કારણે રીશમના થતા હોય..
દીકરી ને તો ખરેખર એવી શિખામણ આપવી જોઈએ કે ગમે તેટલું દુઃખ આવે બેટા આવતીકાલે બધું બરાબર થઈ જશે..! મારી જ વાત કરું તો મેં મારી દીકરી જ્યારે પરણાવી ત્યારે તે સુખીસંપન્ન પરિવાર હતો. બધા દિવસો સરખા હોતા નથી અને ક્યારેક ઉતાળચડાવ તો આવે. સમય જતાં નળિયાદ મધ્યે રહેતો મારા દીકરીનો પરિવાર જ્યારે આર્થિક ભીંસમાં સપડાયો ત્યારે એક વખત મેં ફોન કરેલો કે બેટા કેમ છે..? ત્યારે રોતા – રોતા કહેલું કે મમ્મી અત્યારે હું ચક્કીએ દેણું દળવવા જવું છે પણ મારી પાસે દેણું દળાવવના પૈસા નથી..!! ત્યારે આવેશમાં આવવા ને બદલે મેં એટલું જ કહેલું કે બેટા આવતી કાલે બધું એ સારું થઈ જશે. આ પણ જીવનનો એક ભાગ છે..! બસ તમે આવી હૂંફ આપતા રહેશો તો ક્યારે દીકરી પાછી એ નહિ આવે અને સંબંધો પણ મધુરા રહેશે..દિકરીનું ઉપરાણું કરવા ને બદલે આટલું જ કરવાની જરૂર છે આ ઉદાહરણરૂપ માજીની વાત ખરેખર ત્યાં ઉપસ્થિત સૌ લોકોના હૃદયને કનેક્ટ કરી ગઈ..
🔷 વિડિઓ જોવા માટે નીચે આપેલ ekzalak youtube ચેનલની લિંક..
🔷 આ પ્રસંગના સાક્ષી…
આ પ્રસંગના સાક્ષી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણી , મિશન ચેરમેન હસમુખભાઈ નાકરાણી ,સલાહકાર અને પૂર્વ ચેરમેન શૈલેષભાઇ પોકાર ,ખજાનચીશ્રી પ્રકાશભાઈ ભીમાણી , નારાયણ ડિવિઝનના પ્રમુખશ્રી અને મંત્રી શ્રી નવીનભાઈ પોકાર અને નીતિનભાઈ ભાદાણી , નારાયણ ડિવિઝનના ysk કન્વીનર સુરેશભાઈ હડપાણી ,સામાજિક આધ્યાત્મિક કન્વીનર પ્રવીણભાઈ માવાણી, યોગેશભાઈ મંગવાણા અને PRO મનોજભાઈ વાઘાણી હાજર રહ્યા હતા..
જય હો
✍️ મનોજ વાઘાણી…
PRO.. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…
Bahu j saras
Sachi vat che ek dam
ji…. Dhanywad (post Vanchya bad Reply krwa badal)