#પોઝીટીવપંચ 107.. હજારો લોકો નિઃશુલ્ક *હોમ્યોપેથિક* નિદાન કેમ્પનો લાભ લઇ રહ્યા છે તે બે વર્ષ બાદ કાર્યરત.. !આસપાસના 50 થી 80 કિલોમીટરના એરિયામાં આવતા છેવાડાના ગામડાઓના લોકો આ નિદાન કેમ્પનો બહોળો લાભ લહી રહ્યા છે..



🔷 લાલરામ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ – ગાંધીધામ આયોજીત નિઃશુલ્ક કેમ્પ…

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન – દેશલપર એટલે સંસ્કાર ધામ મધ્યે દર મહિનાના
આખરી… રવિવારના , આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન થતું હોય છે. 50 થી 80 કિલોમીટરના એરિયામાં આવતા છેવાડાના ગામડાઓના લોકો દેશલપર મધ્યે આ નિદાન કેમ્પનો લાભ લહી રહ્યા છે.



શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન , સંસ્કારધામ દેશલપર મધ્યે ગાંધીધામનું લાલરામ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી આ હોમ્યોપેથિક નિદાન નિઃશુલ્ક કેમ્પનું આયોજન થઈ રહ્યું છે..




🔷 લોકોમાં ખુશાલી…

કોરોના ને કારણે જ્યારે ભારત નહિ પણ વિશ્વ આખુ એ પરેશાન હતું , જેના કારણે આ હોમ્યોપેથિક કેમ્પનું આયોજન કરવું અશક્ય બન્યું હતું..! તેવામાં અગાઉ જે લોકો આ હોમ્યોપેથિક દવાનો ઉપયોગ કરી રહ્યા હતા અને આ દવા પણ તેના શરીરમાં અસરકારક સાબિત થઈ હતી. શરીરમાં જટિલ રોગો સામે રામબાણ ઈલાજ સમાન આ હોમ્યોપેથિક દવા કેમ્પ ફરી પાછો કાર્યરત થતા જુના દર્દીઓમાં ખુશાલી જોવા મળી હતી..



96017 99904



🔷 માનવસેવા એજ સર્વોપરી એ સૂત્રને સાર્થક કરતા ડાક્ટરી સેવા આપતા ડો. પ્રેમજીભાઈ ગોગારી સાહેબ.

સંસ્થા અને સમાજ પ્રત્યે જેમને ખૂબ લાગણી છે સાથે સમાજના લોકો ને કઈ રીતે મદદરુપ થઈ શકાય એવા પ્રયત્નમાં હમેશા તત્પર એવા પ્રિય ડો. પ્રેમજી ભાઈ ગોગારી સાહેબ , આ હોમ્યોપેથિક નિઃશુલ્ક સેવા કેમ્પમાં પોતાનું સેવાકીય સમયદાન આપી રહ્યા છે.સાથે ડો. રતન પટેલ પણ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી..




🔷 સંસ્થાના હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય..

દેશલપર સંસ્કાર ધામ મધ્યે હોમ્યોપેથિક નિદાન કેમ્પ બે વર્ષ બાદ , દર મહિના અંતિમ રવિવારના રોજ યોજાતો હોય છે.



તારીખ 28/11/21ના બરાબર સવારે 9.30 કલાકે સંસ્કાર ધામ દેશલપર ખાતે સંસ્થાના પ્રમુખશ્રી ગંગારામ શિવદાસ રામાણી , ઉપપ્રમુખશ્રી ડો. પ્રેમજીભાઈ ગોગારી તેમજ મણીલાલ હિરજીભાઈ ભગત , મહામંત્રીશ્રી રતિલાલભાઈ પોકાર , મંત્રી કિરીટભાઈ ભગત , ખજાનચી શ્રી કલ્યાણજીભાઈ છાભૈયા અને ઓડિટર , ડો. કે.વી પાટીદાર સાહેબ સાથે સંસ્થાના ટ્રસ્ટી જેઠાલાલ લાલજી ચોપરા , હંસરાજભાઈ દેવજીભાઈ ધોળુ – પ્રમુખશ્રી ઉમિયા માતાજી સંસ્થાન – વાઢાયની ઉપસ્થિતતી માં આ હોમ્યોપેથિક નિઃશુલ્ક નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું..





🔷 હોમ્યોપેથિક દવા બનાવતા સેવાભાવીઓ..

આશરે 4 એક કલાકના સમયગાળા દરમિયાન લગભગ 100એક દર્દીઓ આ હોમ્યોપેથિક કેમ્પની સેવા નો લાભ લહી રહ્યા હોય છે. જેમાં આ હોમ્યોપેથિક દવા ડો. પ્રેમજીભાઈ ગોગારીના માર્ગદર્શનમાં ભોગીલાલ પાટીદાર , સાવિત્રીબેન પાટીદાર તેમજ
અનુજબેન. પાટીદાર બનાવી રહ્યા હોય છે..



જય હો

ફોટો ક્લિક..
ગિરધર માવાણી

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO, યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *