🌳#22🌳
✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
Day – 07 (02/03/2024)
156 એકરમાં ફેલાયેલું દુનિયાનું સૌથી મોટું શ્રી રંગનાથ મંદીર – શ્રી રંગમ, ત્રિચનાપલ્લી….
Royal Car Decora – Bhuj & Morbi
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોમાં ભગવાન રામ જે જગ્યાઓ પર વિચરણ કર્યું હતું તે સ્થળો માંનું એક એટલે કે, શ્રી રંગનાથ મંદિર જ્યાં ભારતની હિસ્ટ્રી માં પ્રથમ વખત ભારતના વડા પ્રધાન તરીકે દર્શન કર્યા હોય તો તે નરેન્દ્ર મોદી સાહેબ છે..
થોડા સમય પહેલા ભારતના વડાપ્રધાન એ દર્શન કર્યા તે શ્રી રંગમ મંદિરે યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ના વડીલો એ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે ત્યાં *ત્રિચનાપાલી સમાજના આગેવાનોમાં ભગવાનભાઈ , બાબુભાઈ વગેરે સેવાભાવીઓ એ* વડીલો ને દર્શન કરાવવામાં મદદરૃપ થયા હતા..
અહી નું કાવેરી નદી ને કિનારે આવેલું વિશાળ શ્રી રંગમ મંદિરનું સૌથી મોટો પ્રવેશદ્વાર અને ભગવાન *વિષ્ણુના શ્રી રંગનાથ સ્વરૂપ માં દર્શન* સાથે અહીંનો એક એક પથ્થર ભારતના ઇતિહાસ ના કલા નો પ્રતીક સમાન છે. અહી ભકતોની લાંબી લાઈનો દર્શન માટે લાગતી હોય છે..
‘ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા
#tamilnadu #shreerangam #kaveririver #modi
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…