✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
Day – 8 (03/03/2024)
🚩 રામેશ્વર જયોર્તિલિંગ – Tamilnadu….. 🚩
શ્રી રંગમ મંદિર દર્શન બાદ વડીલો એ ભારતમાં જ્યાં જ્યાં પાટીદારો વસે છે , અને ત્યાં પાટીદારોની સમાજવાડી છે. તેમાં સૌ થી પહેલો નબર જો આવે તો એ છે ત્રિચનાપલી ની સમાજનો…!! 5 star હોટલ ને બાદ કરે તેવી *આધુનિક સુવિધા થી સજ્જ ત્રિચનાપલી સમાજવાડી ભવન*મધ્યે ભોજન બાદ રામેશ્વર જયોર્તિલિંગના દર્શનાર્થે વડીલો વોલ્વો લકઝરીમાં ગોઠવાઈ ગયા..
સુંદર આઇલેન્ડ (ટાપુ) રામેશ્વર મધ્યે સંધ્યા સમયે પોહચતાં ત્યાં આસપાસ બ્લ્યુ સમુદ્ર નો અદ્ભુત નજારો અને રેલ્વે બ્રિજ અને વહાણો આકર્ષણ ઉભુ કરે છે.. જયા રામેશ્વર મંદિર આવેલ છે, તેની એકદમ નજદીક ગુજરાતી ભવન લગભગ લક્ઝરી સ્ટેન્ડ થી ૩ કિલો મીટર દૂર આવેલ છે ત્યાં રીક્ષા થી પોહચી શકાય છે..
ગાઈડના જણાવ્યા અનુસાર બરાબર સવારે 3.00 કલાકે સર્વે વડીલો મણીદર્શન માટે રેડી થઈ ગયેલ બીજી બાજુ 3.30 કલાકે રામેશ્વર બીચ ખાતે……
વડીલો એ સમુન્દ્ર સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી..!! એ વસ્ત્રો સાથે 22 કુંડ સ્નાન માટે સજજ વડીલો અલગ અલગ 22 કુંડ નું સ્નાન કરીને દેહ ને પવિત્ર બનાવ્યો હતો..
વર્ષો થી દરરોજ હજારો ભાવિક ભકતો આ કૂંડીમાં સ્નાન કરે છે અને એકબીજા ની નઝદીક આ કુંડી આવેલી હોવા છતાં દરેક કૂંડીમાં પાણી નો સ્વાદ અલગ હતો અને ચારે બાજુ દરિયા નું ખારું પાણી વચ્ચે આવેલ આ રામેશ્વર ટાપુ પર આ 22 કુંડી નું મીઠુ પાણી એ ચમત્કાર થી કમ નથી..
રામેશ્વરમ જ્યોતિર્લિંગના બ્રમ્હમહુર્તમાં દર્શન કરીને સર્વે વડીલો એ રાજીપો વ્યક્ત કર્યો હતો અને એ રામેશ્વરજયોર્તિલિંગની પોઝીટીવ ઊર્જા ને કારણે થાક અને ઉજાગરો કોને કહેવાય..? એ વડીલો ભૂલી ગયા હતા એટલો પોતાનો દેહ ઊર્જાવાન બનાવ્યો હતો..
યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 જ્યારે DBR રીજીયન નું રમેશ્વર મધ્યે પધારેલ ત્યારે અશ્વિનભાઈ મદુરાઈ અને નીતિનભાઈ લીંબાણી – હોસુર એ ખૂબ મહેનત કરીને આ વડીલોની વ્યવસ્થા કરેલ..
‘ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા
#tamilnadu #rameswaram #india #southindian
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…