✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
🪴 Day – 6 🪴 01/03/2024
તજાવુર Tunjavur Tamilnadu..
કોઇ પણ આધુનિક ટેકનોલોજી વગર અને તેમાંય ક્રેન જેવા વિશાળકાય સાધનસામગ્રી નો ઉપયોગ નહિ..આસપાસના 56 કિલો મીટરમાં એરિયામાં એ લેવલનો પથ્થર ન હોવા છતાં તુંજાવર લાવ્યા કેમ…? 80 ટન નો ભીમકાય વજન ધરાવતો પથ્થર આજ થી પાંચ – છ સદી પહેલા શિખરે ચડાવ્યો કેમ…?
આ સવાલ નો જવાબ જાણવા પૂરો વિડિયો નિહાળો..!! પથ્થર પર મન મોહક નકશીકામ અને તમને સેલ્ફી લેવા અને ખાસ ત્યાં બે ઘડી બેસવાનું મન થાય એવું સ્થળ એટલે *તમિલનાડુ નુ તજાવુર શિવ મંદીર..
આપણી સંસ્થાઓ ચાલતી હોય ત્યાં આપને ઓળખે અને આપણો દબદબો હોય (આપણી ભાષામાં કહીએ તો આપણી હાલે) પણ જ્યાં અલગ વિસ્તાર અને તેમાંય તમારી ન નાતના અને ન જાતના અને ઇન્ડિયા લેવલના મોટા મંદિરોમાં જેમની ગણના થતી હોય ત્યાં તમે ગુડવિલ જમાવી જાવ એટલે.. ક્યાં બાત હૈ..!!
આપણે proud ફીલ થાય કે આપણાં પાટીદાર ભાઈઓ ખરેખર અલગ મુલ્ક માં પોતાની આગવી છાપ છોડી છે.
તુંજાવર મંદીર માં જ્યાં દરરોજ લાખો લોકોની ભીડ હોય અને તેમાંય 2 થી 3 કલાક તો સહેજે દર્શન માટે લાગે. એ ભીડભાડવાળા મંદીરે તમને માત્ર 5 મીનીટની અંદર અને તેમાંય શિવલિંગ નજદીક VIP લોકોની જેમ દર્શન કરાવવા એટલે..?? દૃશ્ય જોઈને દિલ ખુશ થઈ ગયેલ, ખરેખર તુંજાવરના ઈશ્વરભાઈ અને કાંતિભાઈ ને જેટલા ધન્યવાદ આપી એ એટલા ઓછા પડે.. ઉમીયા માતાજી સંસ્થા – વાઢાય ના *મહામંત્રી બાબુભાઈ ચોપરાએ* પણ તંજાવુરના પાટીદારો ભાઈયો નો અન્ય સંસ્થામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, તેની ભારોભાર પ્રશંસા કરેલ અને તેઓ આ વડીલ વિમાન યાત્રા – 2 થી ખુબ જ ખુશ છે..
તમિલનાડુ નું તંજાવુર શીવ મંદીર એ દર્શન માટે વડીલ વિમાન યાત્રા – 2 વડીલો ને લઈને દર્શન માટે પધારેલ ત્યારે સ્થાનિક તંજાવુર સમાજ , યુવક મંડળ સાથે યુવાસંઘના ભાઈઓ ખૂબ મદદરૂપ થયેલ તે બદલ સૌ નો ખુબ ખુબ આભાર.. વડીલો તંજાવુર ના ભાઈઓ ને દિલ થી આર્શિવાદ આપી રહ્યા છે..
ઇન્ટરવ્યૂ સાથે ની તંજાવુર ( તમિલનાડું ) ખાતે વિડિયો ઝલક નિહાળો…
થીમ :- સામજીક & આધ્યત્મિક
‘ જય હો ‘
*તમારા શ્રવણ કુમાર…*
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા
#tamilnadu #kutch #india #reels
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…