🔷 અપને લિયે નહિ અપનો કે લિયે…

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દ્વારા ચાલતી 13 થીમ માની એક અને ખૂબ જ ઉપયોગી.જ્યારે પરિવાર પર આફત આવી પડે અને પરિવાર વ્યક્તિને તો ગુમાવે છે , સાથે- સાથે જો એ વ્યક્તિ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય તો સ્વાભાવિક છે કે પરિવાર આર્થિક સંક્રમણ અનુભવે. પણ જો પરિવારનો સભ્ય ysk યોજનાથી જોડાયેલો હોય તો ખૂબ સારું એવું વળતર મળી રહ્યું છે..
બજારમાં વીમાની ચાલતી ઢગલાબંધ પોલિસીઓ લઈને તેના કાગળો પુરા કરવા અને ઓફીસો પર ધકા ખાવા છતાં અમુક કન્ડિશનના ફોલ્ટ કાઢીને પોતાના પોલિસીના પૈસા કઢાવવા પરસેવે નવરાવે અને ક્યારેક રોવરાવે એના કરતા સમાજની પાંખએવી યુવાસંઘ દ્વાર ચાલતી ysk યોજના દ્વારા ત્વરિત ચેક મળી જાય છે.એ પણ તમારા ઘેર આવીને આપી જાય છે.એટલે આ યોજના અપને લિયે નહિ હૈ ઘરમાં રહેતા માં-બાપ ,ધર્મપત્ની, બાળકોના ભવિષ્ય માટે એટલે અપનો લે લિયે હૈ..

🔷 સગાસંબંધીઓ કેટલા દિવસ આપે..??

પરિવાર મુખ્ય વ્યક્તિને જ્યારે ગુમાવે છે ત્યારે આખો પરિવાર ડિસ્ટબ થતો હોય. વ્યક્તિના બેસણા માં સગાસંબંધીઓ માત્ર આશ્વાસન આપે અથવા તો એ પણ આપી આપીને કેટલું આપે..? એમના પણ પરિવાર હોય ને..!
યુવાસંઘ દ્વારા ચાલતી ysk (યુવા સુરક્ષા કવચ) યોજના દ્વારા વ્યક્તિના મૃત્યુના ત્રીજા દિવસે તેમના ઘેર ચેક અર્પણ કરવામાં આવે છે..આ પરિવારને મળતી સારી એવી રકમથી તેમના પરિવાર નું આરામથી ગુજરાણ થઈ શકે છે એટલે સ્વામાનથી જીવાડતી યોજના એટલે યુવાસંઘની ysk …

🔷 ઉત્સાહી યુવાનો દ્વારા માત્ર જૂજ દિવસો માં 51 ysk સભ્યોને જોડયા..

સુખપર રોહા , ભિટારા , અરજણપર અને કનકપર આ ગામડાઓમાં પુનિત અને મિતુલ નાકરાણી, હસમુખભાઈ પારશિયા તો કનકપર જગદીશભાઈ ડાયાણી, તુલશીભાઈ રંગાણી અને એ એરિયામાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ દોડતુ પાત્ર એટલે અમારા રમેશભાઈ દડગા (પોલિટીકલ થીમ સેન્ટ્રલ PDO) આ ભાઈઓ એ ટુક સમયમાં 51 ysk સભ્યોને જોડ્યા છે સાથે અગામી દિવસોમાં દરેક ઘરોમાં ysk યોજના સમજાવીને જોડાવા પ્રયત્ન કરશું…


સંપર્ક ગામડાઓમાં ysk યોજનાની સંપૂર્ણ સચોટ માહિતી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના નારાયણ ડિવિઝનના ysk કન્વીનર સુરેશભાઈ હડપાણીએ આપી હતી સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણી , મિશન ચેરમેન હસમુખભાઈ નાકરાણી , સલાહકાર અને પૂર્વ ચેરમેન શૈલેષભાઇ પોકાર , ખજાનચીશ્રી પ્રકાશભાઈ ભીમાણી , નારાયણ ડિવિઝનના પ્રમુખશ્રી અને મંત્રી શ્રી નવીનભાઈ પોકાર અને નીતિનભાઈ ભાદાણી , સામાજિક આધ્યાત્મિક કન્વીનર પ્રવીણભાઈ માવાણી, યોગેશભાઈ મંગવાણા અને PRO મનોજભાઈ વાઘાણી હાજર રહ્યા હતા..

જય હો

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
PRO , યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન.
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *