#પોઝીટીવપંચ 98.. સ્વર્ગ જેવો રસ્તો: ખડીર થી ખાવડા … મહાદેવ બારડ વાગડની કલમે


ખડીરબેટમાં પ્રવાસન સ્થળોનો વિકાસ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે દિવાળીની રજાઓમાં અને કોરોનાની બીજી લહેર પછી અનેક લોકો કચ્છમાં ફરવા આવ્યા અને હજી આવી રહ્યા છે.કચ્છમા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે!ખડીરબેટમાં આ વખતે ધોળાવીરાની સાથે સાથે લોકો ખડીર થી ખાવડાનો રણ માર્ગનો રસ્તો છે તેનો આનંદ લઈ રહ્યા છે, આ રસ્તો જાણે સ્વર્ગ કેમ ના હોય,એવો અદ્ભુત લાગી રહ્યો છે,ચારેબાજુ રણ અને વચ્ચે આ રસ્તો જાણે કે સ્વર્ગમાં જઈ રહ્યો હોય એવો લાગી રહ્યો છે!



ખડીરબેટ માટે આ ઘડુલી સાતલપુર રસ્તો બનતા અનેક લોકોના ઘરે અજવાળા થયા છે તેના કારણે ખડીર અને ખાવડા બંને જગ્યા એ પ્રવાસન સ્થળોનો વિકાસ થશે જેના કારણે અનેક લોકો ને રોજગારી મળશે અને ઘડુલી સાતલપુર રસ્તો બનતા આ ઘડુલી થી સાતલપુર સુધીમાં રોડની બન્ને બાજુની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે, તે પણ ખેડૂતોને મોટો ફાયદો થશે પેલાની વાત કરીએ તો આ વિસ્તાર સાવ સુક્કો વિસ્તાર ગણવામાં આવતો હતો. ચોમાસાં દરમ્યાન રામમોલ થાય બાકી આઠ મહિના ખેતર એમજ પડ્યા રહેતા હતા અને તેમાંય અમારે કચ્છ એટલે પાંચ વર્ષમાં એક વખત દુષ્કાળ પડે એટલે લોકો પાછા હતા ત્યાં ને ત્યાં અને અમુક લોકો કમાવા માટે કાઠીયાવાડ કે કચ્છ બાજુ વાડીઓ કરવા જતા હતા,એટલે આ રસ્તો પણ આવા સુક્કા વિસ્તારમાં કાઢી ને આ વિસ્તારની તસવીર બદલી નાખવામાં આવી છે, કહેવાય છે ને કે સમય દરેક નો આવે છે, તેમ ખડીરનો સમય હવે આવ્યો છે,ખડીર રજાના દિવસોમાં ધમધમશે અનેક લોકો આવશે અને હાલે આપણે જોઈએ રહ્યા છીએ કે અનેક લોકો આવી રહ્યા છે જેમાં અલગ અલગ રાજ્યમાંથી ફોટોગ્રાફર લેખકો તેમજ ટ્રાવેલરો બાઈકરાઇડર્સ તેમજ અહીંયા આવી ને આપણા વિસ્તારમાં સરસ ફોટોગ્રાફ્રી કરે છે. અલગ અલગ વિડિયો ઉતારે છે અને આજકાલ જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે તેઓ પોસ્ટ કરે છે અને તે જોઈ જોઈ ને અનેક લોકો કચ્છ પ્રવાસે આવી રહ્યા છે એટલે બહારથી આવતા પ્રવાસીઓ પણ ખુબ મોટા પ્રમાણમાં આપણા કચ્છનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો તેમનો પણ આભાર માનવો ઘટે અને કચ્છના પ્રવાસનમાં તેમનો પણ અમૂલ્ય ફાળો છે .

ખડીરબેટમાં ધોળાવીરા પહેલા રણ રિસોર્ટ આવે છે ત્યાં થી સીધા કાઢવાંઢ વચ્ચે હવે માત્ર ૩૦ કિલોમીટરનું અંતર છે,હજી તો કાચો રસ્તો બનેલ છે રસ્તાનું કામ ચાલુ છે જ્યારે પાક્કો ડામરનો રસ્તો બનશે પછી તો અનેરો આનદ હશે માત્ર કાચો રસ્તો બનતા જ અલગ જ આનદ આવી રહ્યો છે આવી જ રીતે મોવાણાં થી સાતલપુર સુધીનો રસ્તો પણ રણમાં આવેલો છે ત્યાં પણ હાલે ચારેબાજુ પાણી ભરેલું જોવા મળે છે અનેક પક્ષીઓ હાલે રણમાં પાણી હોવાથી દશ્યમાન થાય છે, સુરખાબ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે જાણે એમ લાગે કે દરિયા વચ્ચે આપણે જઈ રહ્યા છીએ એટલે આ રસ્તામાં આપણને સાતલપુર પાસે થી મોવાણાં સુધીમાં એમ લાગે કે દરિયામાં જઈ રહ્યા છીએ જ્યારે રણ રિસોર્ટ થી કાઢવાંઢ સુધી એમ લાગે કે સ્વર્ગમાં જઈ રહ્યા છીએ ચારેબાજુ રણની સફેદી વચ્ચે અલગ જ રોમાંચિત અનુભવ થાય છે. આમ આ રસ્તો આપણ ને બે અનુભવ કરાવે છે!

ખડીરબેટથી આજ થી ત્રણ વર્ષ પહેલાં કાળાડૂંગર ખાતે દત્તજયંતિ નિમિતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા અમે પંદર જેટલા ભાઈઓ બાઈક દ્વારા બીએસએફની મંજુરી લઈ ને રણમાર્ગ કાળા ડુંગર ગયા હતા ત્યારે આ રસ્તો બન્યો ન હતો અદ્ભુત મજા આવેલી વચ્ચે એક ત્રગડીબેટ આવે છે અને ત્યાંથી સીધા તુંગા બાજુ અમે નીકળ્યા હતા અને ત્યાં થી ખાવડા થઈ ને સીધા કાળા ડુંગર મેળામાં ગયા હતા ખુબ મજા આવી હતી રણની સફર નો આનંદ લીધો હતો જે જિંદગીભર યાદ રહેશે તેવો રહ્યો હતો!આ રસ્તામાં અનેરો આનંદ એટલે આવે છે કે જે લોકો સફેદ રણ જોવા માંટે આવે છે તે રસ્તાની બન્ને બાજુ જોવા મળે છે અને બહાર થી આવતા લોકો એ ક્યારેય રણ જોયું ન હોય તેમને તો એવું જ લાગે કે સ્વર્ગમાં આવી ગયા કે શું ? એવી મજા આવે છે અમારે કચ્છનું કાયમી એક સભારણાનું ભાથું લઈ ને જાય છે!

ખડીરબેટના લોકો ને આ રસ્તો બનતા અનેક મુશ્કેલીઓમાંથી રાહત થઈ છે જેમ કે ખડીરના લોકો ને ભુજ જવું હોય તો વાયા રાપર થઈ ને ભુજ જવાતું હતું જે હવે ખાવડા થઈ ને ભુજ જઈ શકાય છે તેમજ ખડીરમાં મોટા પ્રમાણમાં શિયાળામાં જીરુંનો પાક થતો હોવાથી તેઓ ઊંઝા ખાતે ગાડીઓ ભરી ને દેવા જતા હતા તેઓ હવે બાલાસર થઈ ને સીધા સાતલપુર થઈ ને સીધા ઊંઝા પહોંચી જાય છે, નહિતર તેમને રાપર થઈ ને જવું પડતું હતું અથવા તો ફતેહગઢ થઈ ને જવું પડતું હવે સમય જતાં આ રસ્તાઓ તેમના માટે ભૂતકાળ થઈ જશે કેટલાય કિલોમીટરનો ફાયદો અને સાથે સાથે ડીઝલની પણ બચત થઈ તે તો અલગ જ એટલે આ રસ્તો અનેક રીતે આર્શીવાદરૂપ છે!આ રસ્તો બનતા જ ખાવડા અને ખડીરનું જે અંતર વાયા રાપર થઈ ને ૩૫૦ કિલોમીટર ઉપરનું હતું તે ઘટી ને માત્ર ૩૦ કિલોમીટરનું થઈ ગયું છે, આ રસ્તાનો ઉપયોગ ખડીરના લોકો પેલાના સમયમાં પગ વડે ચાલીને કરતા જ્યારે રણમા પાણી ન હોય ત્યારે કરતા હતા પરંતુ હવે રોડ બની જવાથી ખાવડાના લોકો પણ મોટા પ્રમાણમાં ધોળાવીરા જોવા આવ્યા હતા જેઓ ને સાવ નજીકમાં હતું પરંતુ તેઓ આવી શકતા ન હતા બંને વચ્ચે રણ એક દિવાલ બની ને ઉભુ હતું! ખડીરમાં આવતા અને ખાવડા આવતા દરેક પ્રવાસીઓ ખાસ આ રસ્તાની અચૂક મજા લેજો અને આ રસ્તા દ્વારા કચ્છના મહત્વના ફરવા લાયક સ્થળો ધોળાવીરા અને ધોરડો બને આ રસ્તા દ્વારા જઈ શકાય છે.હવે ધોળાવીરા થી ફરી ને લોકો ધોરડો જવા માટે આ રસ્તા વાટે સીધા ખાવડા થઈ ને જાય છે અને ત્યાંથી સીધા માતાનામઢ જઈ શકાય છે, આમ આ રસ્તા વિશે અનેક લોકો અજાણ હશે તેમને આપણે જણાવીએ અને પ્રવાસન ક્ષેત્રે ઉપયોગી થઈ ને અને આપણા વિસ્તારને આપણે ખુદ પ્રચાર પ્રસાર કરીએ અને દરેક લોકો આર્થિક સક્ષમ બનીએ અને આવનારા દરેક પ્રવાસીઓને સારી સારી જગ્યાઓ વિશે સાચી અને સચોટ માહિતી આપી ને મદદ રૂપ થઈએ અને આપણે કચ્છને પ્રવાસન હબ બનાવીએ.


મહાદેવ બારડ વાગડ




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *