#પોઝીટીવપંચ 94.. ટૂથ પેસ્ટનું આ રહસ્ય ખબર છે….? કર્દમ ર. મોદી દ્વારા..
જાહેરાતો આપણા મન પર કેવી રીતે દબાણ કરે છે..? એનું આનાથી સારું ઉદાહરણ કદાચ કોઈ નહીં હોય..!! આપણે વર્ષોથી ટીવીમાં કોલગેટ વગેરે ટૂથપેસ્ટની જાહેરાતો જોતા આવ્યા છીએ. આ જાહેરાતો માં ટૂથબ્રશ ઉપર કોલગેટનો લાંબો રેલો કરવામાં આવે છે.આ રેલાના લીધે આપણા મન પર માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ એવી છાપ ઊભી થાય છે કે
ટૂથબ્રશની સમગ્ર લંબાઈ જેટલો જ પેસ્ટનો રેલો કરવો જરૂરી છે અને આપણે બધા હંમેશા માટે લગભગ એક ઇંચ જેટલો લાંબો પટ્ટો કરીએ છીએ.
પરંતુ હકીકત એ છે કે આપણે જ્યારે આ પ્રકારનો રેલો કરીએ છીએ, ત્યારે એમાંથી 75% પેસ્ટ સીધેસીધી વોશ બેસિનમાં પડી જતી હોય છે કે જે દાંત સાફ કરવાના કામમાં આવતી નથી અને બાકીનો ૨૫ ટકા ભાગ છે,તેનાથી જ આપણે દાંત સાફ કરતા હોઈએ છીએ..!!
આ લખાણનો હેતુ એ છે કે હકીકતમાં આપણને પેસ્ટના એટલા લાંબા પટ્ટાની જરૂર હોતી નથી. ખરેખર આપણે માત્ર વટાણાના દાણા જેટલી જ પેસ્ટ લેવાની જરૂર છે. પરંતુ જાહેરાતોના અતિરેકને લીધે આપણે આ પ્રકારનું કદી વિચારી શકતા નથી.
જો આપણે વટાણાના દાણા જેટલી પેસ્ટ બ્રશ પર લઈએ તો સ્વભાવિક છે કે આ પેસ્ટ 25% હોવાથી આપણી કોલગેટની ઉંમર ચાર ગણી વધી જશે અને જે પેસ્ટ આપણે એક મહિનો વાપરતા હતા તે હવેથી ચાર મહિના ચાલશે.અત્યંત નાનકડી છતાં મહત્ત્વની એવી આ બાબતનો અમલ કરી જોજો. તરત જ ખ્યાલ આવી જશે કે આવું કરવામાં ડહાપણ અને સમજદારી છે.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
FB ગ્રુપ..