Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 91…અડીખમ આહિર ભોજા આપા મકવાણાની બહાદુરી વિશે જાણીએ…

#પોઝીટીવપંચ 91…અડીખમ આહિર ભોજા આપા મકવાણાની બહાદુરી વિશે જાણીએ. મહમદ બેગડાના માણસોએ મોટા દહીંસરાના પાદરમા ઉતારા નાખ્યાં છે…


      આજી નદીને કાઠે તરાણા નામનું પંખીના માળા જેવું ગામ. આજે ગામમાં સોંપો પડી ગયો છે, કારણ કે અમદાવાદની ચડાઈ આજ નાનકડાં એવાં ગામને માંથે આવે છે. જોરાવર જમ જેવાં યોધ્ધાઓ તરાણા ના તખ્ત પર ચડાઈ કરી છે. રાજપુતી રીતને રાખવા રણમલસિંહજીએ કમર તો કસી હતી લડાઈ લડી લેવા.. 
  
 


      વાત એમ બની રણમલસિંહ નામનાં રાજપુતનાં ઘરનાની માંથે અમદાવાદના સુબા મહમદ બેગડાની નજર પડેલી, ઇજ્જત બચાવાની વાત આવીને ઉભી રહી એટલે રાજપુતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસોએ એને ઘણો સમજાવ્યો સતા સામે શાણપણ નકામું પણ રણમલસિંહ આપણે મુઠી જેટલાં માણસો છીએ આવડી મોટી સેનાની સામે શું કરવાનાં હતાં કાંઇક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકશું..? માટે પ્રાંત છોડી દો..

     ઇસ 1484ની સાલની અર્ધી રાતે રાજપુતે રાણી રાજમતી અને કુંવર અભેસંગને ઘોડલે બેસાડીને તારાણા ગામ છોડીને નીકળી ગયાં પાછળ અમદાવાદની ફોજ છે. મારતે ઘોડે નીકળી તો ગયાં પણ જાવું ક્યાં કોઈ રસ્તો સુજતો નથી જાય તો જાય ક્યાં. પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે જાય છે આજ ઈજ્જત ને આબરૂ બચાવવાની વાત છે..
     
     મુંઝાયેલા રજપુતને કોઇ દીશા દેખાતી નથી એમાં મોટાં દહીંસરા ગામનાં પાદરમા ઘોડી આવી. તા તો રાજપુતના દિલમાં અડીખમ આહિર ભોજા મકવાણાની યાદી થઇ.જાવું તો તો આહિરને જ આશરે જાવું બીજે તો ક્યાં જાવું આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે. ભોજા મકવાણાને આંગણે આવીને ઉભો રહ્યો ભોજા મકવાણા ખબર પડી દોટ મુકી ને ઘોડાની લગામ પકડી લીધી. આવો આવો રણમલસિંહજી હેઠાં ઉતરો આજ મારાં મહેમાન થાવ અરે આપાભોજા આજ તો ઉતરવાનો સમય નથી વિગત થી બધી વાત કરી મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું છે..
     
    આ એક કામે આવ્યો છું. મારું તો જે થવાનું હશે તે થશે પણ મારાં દિકરાને તારે આશરે મુકવા આવ્યો છું. જેથી કરીને મારો વંશ કાયમ રહી જાય. ભોજા આપાએ વચન આપ્યું આ ખોરીયામાં પ્રાણ છે ત્યાં સુધી તારા કુંવરનો વાળ વાંકો થાવા દવ તો અહિરાણીનું ધાવણ લાજે..  અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મુરલીધર રખવાળા છે. દિકરા અભયને ભોજાઆપાને ત્યાં મુકીને રણમલસિંહજી સુરજબારી ની ખાડી ઉતરીને કચ્છ ધરતીની માંથે ઉતરી ગયાં આ બાજું સમય જતાં વાતની વાત થાતા થાતા છેલ્લે અમદાવાદ સુધી પહોંચી. મહમદ બેગડાના કાને વાત ગઇ અચ્છા એ બાત હૈ..

     એક દિવસ મહમદ બેગડાના માણસોએ મોટા દહીંસરા ના પાદરમા ઉતારા નાખ્યાં છે.. માણસોને બોલાવીને કીધું કોણ છે, ભોજો મકવાણો બોલાવો એમને એટલે ભોજા મકવાણા ને બોલાવામાં આવ્યાં થોડી વારમાં તો કટ કટ કરીને ચોરાના પગથીયાં ચડીને એક અડીખમ આહિર આવ્યો.ઠાલવા છાતી કરીના ફાડ જેવી આંખો કદાવર દેહ આવીને ચોરે બેઠક લીધી પછી કીધું કેમ બોલાવ્યો એટલે મહમદ બેગડાના માણસોએ કીધું કે તમે રણમલસિંહજીના વંશને તમે રાખ્યો છે..??
     
    એનાં છોકરાને તમે ઉછેરી રહ્યા છો એ અમને આપી દો એટલે રણમલસિંહજી અમારાં હાથમાં આવી જાશે. આ તો આહિર એમ કેમ માની જાય એને તો કીધું કોણ રણમલસિંહજી..? કોણ બાળક કોનો બાળક અમને તો કાંઇ ખબર જ નથી..!એટલે મહમદ બેગડાના માણસોએ સાને સમજાવ્યાં દામે લલચાવ્યા દંડે ડરાવીયા જેટલી રાજ રમત હતી એ બધી રમી પણ અડીખમ આહિર ડગ્યો નહી. એક નો બે થયો એક જ વાત કોનો બાળક કેવો બાળક એટલે મહમદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણાની જનેતાને બોલાવો ને ગામનાં સુતારોને સાયડી લઇને બોલાવો સુતારો આવ્યાં. એટલે ભોજા મકવાણાની પગની ઘૂંટી માંથે સાયડી મુકાણી મંડ્યા સુતારો સાયડી ફેરવવા ત્યાં તો મંડ્યો છેદ પડવા હાડકાંની કણચો ઉડવા લાગી જેમ જેમ સાયડી ફરતી જાય છે. એમ એમ ભોજા મકવાણા મુખનુ તેજ વધવા લાગ્યું આહિરની અમીરાત છલકવા લાગી..
    
    કોઈ વાતે આહિર ડગતો નથી ત્યાં તો ભોજા મકવાણાની જનેતાને બોલાવ્યા હતા. એ પણ આવ્યા એટલે મહમદ બેગડાના માણસોને એમ કે જનેતા છે ને એ જોય નહી શકે ભોજો મકવાણો તો નહી માને પણ એની જનેતા દિકરાને જોયને માની જાશે ત્યાં તો ચોરાના પગથીયા ધીરે ધીરે ચડી ચોરાની અંદર આવ્યા.. બુઢી આહિરાણી સોનાના પતરાં જેવાં વાળ છે કાળું ઓઢણુ ઓઢુ છે હાથમાં લાકડીનો ટેંકો છે.આવીને જોયું તો પોતાના દિકરા ભોજા મકવાણા ની પગની ઘૂંટી માંથે સાયડી હાલતી જોઈ હાડકાની કણચો ઉઠે છે એમાંથી એક કણચ હાથમાં લઇને સૂંઘી ને બુઢી આહિરાણી પાછી વળી ત્યાં તો કોઇએ પુછયું કે માં શા માટે આવ્યાં…?
    
   તા શું લીધું માં એ કીધું કે મે મારાં દિકરાની હાડકા ની સુગંધ લીધી કે એમા મારાં ધાવણની સુગંધ આવે છે કે નહી. અજી સુગંધ આવે છે હવે મારો ભોજો નહી ડગે પછી ઘણી કોશિશ કરી ઘણાં પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી પણ અડીખમ આહિર ડગતો નથી.. આશરા ધરમ કાયમ રાખવાં માટે સુતારોને થકવી દીધાં પણ આહિર ના થાક્યો. ભોજા મકવાણા ના જનેતા જતાં જતાં હકડેઠઠ માનવમેદનીને એટલું કીધું આહિરો થાવ તો મારાં ભોજા જેવાં થાજો આટલું કહીને બુઢી આહિરાણી ત્યાંથી ઘરે ગયાં .

    મહમદ બેગડા ના માણસોએ પણ હારીને હથીયાર હેઠાં નાંખી દીધાં અડગ મન આહિરને ડગાવી ના શક્યાં 

વાહ મારો આહિર વાહ..

ઇન્ફોર્મેશન..
અમર કથાઓ ગ્રુપ..
વિક્રમસિંહ રાજપૂત..

Exit mobile version