#પોઝીટીવપંચ 86. સાતમ-આઠમ તહેવાર અગાઉ એકદિવસ પહેલા આવતી રાંધણ છઠ્ઠ વિશેનું મહત્વ રમેશભાઈ પરમારના લેખ દ્વારા જાણીએ..આજની આ “રાંધણ છઠ્ઠ” ની આ પોસ્ટ માતા બહેનોને અર્પણ .
🔷 શ્રાવણ મહિનો એટલે
શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથ નેં ભજવાનો . “જીવ” નું કલ્યાણ કરતા “શિવ” નો અતિ પવિત્ર અને પાવન મહિનો .સાથે સાથે અખિલ બ્રહ્માંડ ના નાથ એવા કૃષ્ણ કનૈયા લાલ નું આજ મહિનામાં પૃથ્વી પર અવતરણ.પ્રકૃતિ અને કુદરતનો સંપૂર્ણ સમન્વય એટલે શ્રાવણ માસ અને આમાંય માનવ જાત માટે આનંદ ઉલ્લાસ અને તહેવારો ની હેલી
🔷 સવારથી બધા કામે લાગી જાય..!
સવારથી જ ઘરના બધા કામે લાગી ગયા હતા . દાદી બધાને ફટાફટ નાહી પરવારવા કહીં રહ્યા હતા. ઘરમાં દાદી મા સૌથી મોટા. ઉંમર તો ઘણી હતી પરંતુ નજરે જોનારા કહીં પણ ન શકે એટલાં ખડતલ હતા .હજી પણ ઘરની મોટા ભાગની જવાબદારી તેઓ પોતે જ ઉપાડતા . ગામડામાં ઘર ખેતીકામ અને ગાય ભેંસ હોવાથી કામ વધારે રહેતું . દાદી સવારથી જ નાહી ધોઈ પુંજા- પાઠ પરવારી સીધા જ કામે લાગતા .
ગામડામાં રહેતા હોય અથવા ગામડે થીં શહેરમાં વસેલાં સૌને ખબર હશે કે ગામડામાં જેના ઘરનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય એમના ઘરે બાર મહિનામાં આવતા વાર તહેવાર (પરબ) ન કરતા .સ્વજનની યાદ અને ખોટ તહેવાર ના દિવસે વધુ આવતી હોય છે. જેમનાં ઘરે કંઈ બનાવાનું નથી એમનાં ઘરે નાના છોકરાઓ માટે સમયસર જમવાનું પહોંચાડવા દાદી વધારે ઉત્સુક રહેતા અને ઘરમાં કહેતા પણ ખરા કે જીવન છે આજે એમના ઘરે કાલે આપણા ઘરે આવી ઘટના બનવાની જ છે. ગામમાં બીજાનાં સુખ દુઃખ નેં પોતાના માંની બધા જીવતા .
એ વખતે અત્યાર ની જેમ બહાર નું ખાવાનું બહું ઓછું બનતું .આડા દિવસે સાદું જમવાનું બનતું . ખાસ કરીને મીઠાઈ અને પાકું જમવાનું વાર તહેવારે શક્ય બનતું. અને આવું લગભગ દરેક ઘરમાં જોવા મળતું . સવારથી જ અમે નાના એટલે આજના દિવસ નો લાહવો લેવા આજુબાજુ અટવાઈ જતા . મનમાં એટલી અધીરાઈ અને બેચેની લાગતી કે ક્યારે પુરી તૈયાર થાય અને દાદી અમને ચાખવા આપે અમે તલપાપડ બની જતા .એ સ્વાદ અને મજા આજેય યાદ કરતા એ દિવસોની યાદ તાજી કરાવે છે
આજે રસોડામાંથી અવાજ આવ્યો વહુ બેટા જલદી કામ આટોપી લેજો .અને મદદમાં લાગી જજો મારી ફરક એટલો જ હતો કે એ અવાજ મારી દાદી નો નહીં પરંતુ એમની કુળ વધુ અમારી માંનો હતો…
મારી આ પોસ્ટ પ્રેમ, કરુણા, મમતા, લાગણી અને પોતાના કરતાં પરિવાર ની ચિંતા કરતી અને જઠરાગ્નિને કાયમ ઠારનાર અને પોતાનું જીવન રસોઈઘરમાં અર્પણ કરી પોતાની ફરજ હસતાં હસતાં નિભાવનાર અન્નપૂર્ણા ના અવતાર સમાન મારી માતા બહેનોને વંદન સહ આભાર માનું છું અને પુરુષ ની નાતે અમે તમારા ઋણી છીએ
આજની આ “રાંધણ છઠ્ઠ” ની આ પોસ્ટ માતા બહેનોને અર્પણ .
“જય હો”
ઇન્ફોર્મેશન
અમર કથા ગ્રુપ..