#પોઝીટીવપંચ 83. એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી..!!
અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો…!
આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી…!
એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ બાઇસા કિરણદેવી હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..!
એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ.. કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી…!!
અને કહ્યું,… નીચ…., …નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણા પ્રતાપની ભત્રીજી..
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
Whataspp group