#પોઝીટીવપંચ 80. રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે માતા પિતા ઓ ને નમ્ર વિનંતી કે ફક્ત ૧૫ મિનીટ નો સમય કાઢી ને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો….


🔷 બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય……

રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે વિદ્યાર્થીઓને શીખવવામાં નથી આવતી રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમ્યાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થી ઓને નથી શિખવવામાં આવતી..


૧. જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો .

૨. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી પહેલા તેના માટે પોતાને સાબિત કરો .

૩. કોલેજનો અભ્યાસ પુરો થાય એટલે ૫ આંકડાના પગારનું ના વિચારો,એક રાતમાં કોઇ વાઇસ પ્રેસીડન્ટ ન બની શકે, તેના માટે સખત મહેનત કરવી પડે .

૪. અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમ કે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી થયો.

૫. તમારી ભૂલ હાર વગેરે ફક્ત ને ફક્ત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો ભૂલમાંથી શીખીને આગળ વધો.

૬. તમને અત્યારે જેટલા નિરસ અને કંટાળાજનક તમારા માતા પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલા નહોતા. તમારું પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઇ ગયો .

૭. કોન્સોલેશન પ્રાઇઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો .

૮. જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા અને ત્યાં મહીનાનું વેકેશન પણ નહીં મળે . ત્યાં તમને કોઈ શિખવાડવા વાળું પણ નહીં હોય , જે કંઈ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે .

૯. ટીવીમાં દર્શાવાતું જીવન સાચું નથી હોતું અને જીવન ટીવીની સીરીયલ નથી . જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત કામ , કામ અને કામ જ હોય છે . તમે ક્યારેય વિચાર્યું છે કે લકઝરી કલાસની કાર ( જગગુઆર, હમ્મર , બીએમડબલ્યુ , ઓડી ફેરારી ) જેવી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી ? કારણ કે તે બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો .

૧૦. સતત સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ન કરો , એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે..



“જય હો”

ઇન્ફોર્મેશન
સેન્ડર..
Whatsapp Group…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *