#પોઝીટીવપંચ 79.. ભારતની સુધરીને ધૂળ થઈ ગયેલી મમ્મીઓને અર્પણ..!
ઓસ્ટ્રેલિયાની એક કંપનીના CEO છે. પરંતુ ભાષણ આપતી વખતે એક દીકરીને કાખમાં તેડી રાખી છે અને બીજી બાજુમાં ઠાઠ થી ઉભી છે. અને આપણા સીલીકોન વેલીના કુલીઓ બેબી સીટીંગમાં મૂકી આવે છે. વિદેશની કચરો સંસ્કૃતિ કોપી કરવી છે પરંતુ આવું માતૃત્વ શીખવું નથી.
તમને જાણીને આઘાત લાગશે કે યુરોપના દેશોમાં સ્ત્રીની પ્રસુતિ ઘરે જ થાય છે અને તે પણ દાયણ દ્વારા. ડોક્ટર પાસે જવાનું તો જુજ કિસ્સામાં. સિઝેરિયન કેટલું હાનીકારક છે તેમની તેને ખબર છે, આપણે ત્યાં ફેશન જેવું થઈ ગયું છે. પરિણામ ? માતા અને બાળક વચ્ચે મમતાનો અભાવ…