#પોઝીટીવપંચ 69…. ગરીબોનું “ગોલ્ડન” બિસ્કિટ એટલે 5 વાળું Parle – G પેકેટ..



🔷 લોકો ગમે તે કેમ ન કહે…

પાર્લે જી બિસ્‍કીટ વિશે ભલે લોકો ગમેતેમ કહે, કોઇક તો કહે છે કે એને કુતરાય સુંધતા નથી. એ એટલા સસ્‍તા છે, કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!!
છેલ્‍લા ૫૦ વર્ષ થી એક જ કવોલીટીના આ પાર્લેજી ને હુ જોતો આવ્‍યો છુ. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થોમાં સૌથી સ્‍થિર છે..!! હવે આખા દિવસના પ૦ રૂપીયા કમાઇ .ના શકનાર માટે દસ પંદર રૂપીયામાં આનાથી વધુ સસ્‍તો ખોરાક કે એનાથી વધુ પૌષ્‍ટીક ખોરાક તમે કલ્‍પી શકો તેમ છો ? બે ત્રણ વખત ચા સાથે ખાઇ ને માણસ દહાડો કાઢી શકે છે !!!

🔷 ઝુપડપટીના ભૂખ્‍યા બાળકો ને એ જીવવા નો ખોરાક છે..!

ગરીબ કયાંથી સો બસો રૂપીયાની ભોજન ડીસ જમી શકવાના ?? માનવ વસ્‍તિ વધી છે.એમ કુતરાને રોટલા નાખનારા વધ્યા છે.સોસાયટીઓ ના ધણા કુતરા ધી વગર ની ભાખરી કે રોટલી પણ ખાતા નથી…!!
ખાત્રી કરી લેજો.કેમકે સોસાયટીના બે પાંચ કુતરાઓ ને ખાવાનુ દેવા વાળા પ૦ થી ૧૦૦ ધર હોય છે.તો કુતરા બીસ્‍કીટ તો કયાંથી ખાય ?? પણ ઝુપડપટીના ભૂખ્‍યા બાળકો ને એ જીવવા નો ખોરાક છે..
પાર્લે સ્વદેશની કંપની છે.અનેક પ્રોડકટો મોંધી મોંધી પણ એની બજાર માં છે.. છતા ય એમણે આ એક પ્રોડકટ ગરીબ માટે નફા વગર કે સાવ મામુલી નફે કે ખોટ થી પણ ચાલુ રાખી છે..એ તો કહેવુ પડશે.અને એમા ખાંડનુ પ્રમાણ પણ જાળવ્‍યુ છે.




🔷 વર્ષો થી એજ લેબલ

વર્ષો થી એજ પાર્લે જી અને એજ લેબલ. એજ કવોલીટી સાથે એજ ભાવ..! ભલે લોકો ગમે તેમ કહે. સરકાર ગમે તે હોય,ગરીબ પાસે પાર્લે જી બીસ્‍કીટ તો છે જ.
વળી હાઇજેનીક,શુધ્‍ધ અને કદી કોઇ સડેલ કે તબિયત ને નુકશાન કર્તા નથી.તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ પાર્લે જી બિસ્‍કીટ સૌથી સારા..

ઇન્ફોર્મેશન સેન્ડર..
WhatsApp Group…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *