#પોઝીટીવપંચ 65.. જીવનરથ પર કોણ બિરાજમાન છે અને કોની કૃપા છે..? મહાભારતના યુધ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ.
અર્જુન.
હે કૃષ્ણ, જોઈ મારા બાણ ની તાકાત કેટલી છે.?
મારા એક બાણથી કર્ણના રથ ને હું દશ ફૂટ પાછળ ખસેડી દઉં છું.! ને કર્ણના બાણથી મારો રથ માંડ એક ડગલું જેટલો જ પાછળ ખસે છે ..
કૃષ્ણ…
હે,..અર્જુન જે રથ માં તું સવાર છે તે રથ નો સારથી ૧૪બ્રહ્માંડ નો અધિપતિ એટલે કે કૃષ્ણ. હું પોતે છું અને અર્જુન તારા રથ પર જે ધજા ફરકે છે તે ધજા પર ૧૦૦૦ હાથીની શક્તી ધરાવનાર પવનપુત્ર હનુમાન સાક્ષાત બિરાજમાન છે.
છતાં પણ જો અર્જુન…કર્ણ ના બાણ થી તારો રથ એક ડગલું પાછળ ખસી જતો હોય તો વિચાર કે હું અને હનુમાનજી તારા રથ પર બિરાજમાન નાં હોઈએ તો તારી શું હાલત થાય..!!
સંવાદ નો સાર
મનુષ્ય દરેક વાત માં હું કરું
હું કરું.
મેં કર્યું.
મેં કર્યું જ કર્યા કરે પણ તારા જીવનરથ પર કોણ બિરાજમાન છે..?કોની કૃપા છે..? કોણ મહેરબાન છે..? કોની મહેરબાની છે..? એ તો જો..
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર
ઘનશ્યામભાઈ પારશિયા
Via Whatsapp Group..
