#પોઝીટીવપંચ 58… સ્વામિનારાયણ મંદિર મધ્યે ખારેક ઉત્સવની આછેરી ઝલક..દિનેશભાઈ જોશી દ્વારા….
સ્વામિનારાયણ મંદિર નખત્રાણા મધ્યે ખારેક ઉત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં મથલ ગુરુકુળથી સંતો પધારેલ હતા તેમજ નખત્રાણાના અગ્રણીઓ ઉપ સરપંચ શ્રી ચંદનસિંહ ભાઈ રાઠોડ, શ્રી રાજેશભાઈ પલણ,શ્રી નૈતિક ભાઈ પાંચાણી,શ્રી નીતિનભાઈ ઠક્કર,શ્રી હાર્દિક ભાઈ સોની ગામના અગ્રણીઓ અને હરિભક્તો હાજર રહ્યા હતા.
૨૦૦ કિલો ખારેકના પ્રસાદનો સરસ એવી ગોઠવણી કરવામાં આવી હતી.તેના દર્શન કરી હરિભક્તો મા રાજીપો રયો હતો. આજના ખારેક ઉત્સવના દાતાશ્રી વિનોદભાઈ કેરાઈ સુપુત્ર શ્રી દર્શન અને રાજ બસો કિલો ખારેક ના દાતા રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર અંગિયા થી શાંખિ યોગી બહેનો પધારેલ નખત્રાણા સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ મંડળ ને પ્રોત્સાહિત કરેલા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર રેગ્યુલર સત્સંગ રાખવામાં આવશે.શ્રી જય કૃષ્ણ સ્વામીના અધ્યક્ષ સ્થાને મીટીંગ રાખવામાં આવેલ હતી.ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છની અંદર 25000 અષાઢી બીજના દિવસે વૃક્ષનુ વાવેતર કરવામાં આવશે તેવું મિટિંગમાં હાજર રહેલ અગ્રણીઓ એ વૃક્ષો વાવવા માટે સ્થળો બતાવેલ હતા.૧૦૦ વૃક્ષ રામદેવપીર મંદિર,50 વૃક્ષ વિશ્રામ બાપા બાઞ,50 વૃક્ષ લાલાબાપા વાડી, 50 વૃક્ષ રૂડી શતી, 30 વૃક્ષ નાના નખત્રાણા સ્કૂલ રવિવાર તારીખ ૧૧- ના દિવસે વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
શ્રી જય કૃષ્ણ સ્વામી,શ્રી શ્યામ કૃષ્ણ સ્વામી,શ્રી હરીકૃષ્ણ સ્વામી,ઉપ સરપંચ શ્રી ચંદનસિંહ ભાઈ રાઠોડ,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ પલણ,શ્રી નૈતિક ભાઈ પાંચાણી લ,શ્રી દિનેશભાઈ જોશી,શ્રી નીતિનભાઈ ઠક્કર,શ્રી હાર્દિક ભાઈ સોની, શ્રી નરેશભાઈ પિત્રોડા,શ્રી હિતેન્દ્રભાઈ ઠક્કર,શ્રી રમેશભાઈ રૂપાવેલ,શ્રી દિલીપભાઈ ઓથા,શ્રી પ્રકાશભાઇ સોની અને સત્સંગી ભાઈઓ ખારેક ઉત્સવમાં હાજર રહ્યા હતા..
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp Group..