#પોઝીટીવપંચ 57… પાટીદાર લડવૈયો મયુર વાલાણી (સંયોજક – ધીરજ એલ.ભગત -વિથોણ )


દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે અત્યંત કઠિન લાગતી BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) માં સેવા આપતો આપણો પાટીદાર યુવાન મયુર રવીલાલ વાલાણી છે, ઓગણીસ નવેમ્બર 1992મા પરાસિયા માં જન્મેલા મયુરભાઈ નું મૂળ વતન વિથોણ છે, અભ્યાસ પૂર્ણ કરી તા.17/3/2012માં મા ભારતી ની રક્ષા કાજે BSF માં જોડયા જે આજ પર્યંત કાર્યરત છે.


તેઓ શરૂઆત થી 2014 સુધી કિશનગંજ (બિહાર) મધ્યે ફરજ બજાવી, 2014 થી 2017 સુધી અગરતલા (ત્રિપુરા) મધ્યે ફરજ બજાવી, 2017 થી 2021ના મધ્યભાગ સુધી ખેમકરણ (પંજાબ) મધ્યે ફરજ બજાવી, હાલમાં દેશના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા ગૂરેજ,બાંદીપુરા (કાશ્મીર) માં દેશની રક્ષા કાજે ખડે પગે તૈનાત છે.
બોર્ડર સિક્યોરિટી ની સાથોસાથ ઇન્ટરનલ સેવામાં પણ તેઓ 2014 લોકસભાની ચૂંટણીમાં કાશ્મીર માં ફરજ બજાવી, 2017 હિમાચલ પ્રદેશ એસેમ્બલી ચૂંટણીમાં ફરજ બજાવી અને 2019માં ધારા 370 વખતે વિશેષ સિક્યોરિટી સેવા પણ તેઓ બજાવી ચૂક્યા છે.



તેમનામાં રહેલ દેશદાઝથી દરેક વિસ્તારમાં તેઓ પાણીદાર પાટીદાર ને છાજે એવી રીતે ફરજ બજાવી સમાજ અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. હાલ તેઓ અપરણીત છે અને યોગ્ય પાત્ર ની શોધમાં છે,આપણે પ્રાર્થના કરીએ કે મા ઉમિયા એમને દિર્ઘાયુ બક્ષે અને તેઓ ભારતમાતાની સેવા કાજે સદાય તૈનાત રહે. જય હિંદ, જય ભારત..

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર
Whatsapp Group..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *