#પોઝીટીવપંચ 53… વાદા ન તોડો પર વિચાર યાત્રા.. સંકલન – પારેખ લાલજીભાઈ દ્વારા..


વાત એક યુરોપિયન શહેરની છે. અત્યંત કાતિલ ઠંડી રાતે એક ધનવાન માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેણે ફૂટપાથની ધારે એક ગરીબ માણસને જોયો. તીવ્ર ઠંડીમાં પણ શરીર પર માત્ર નામ પૂરતા ફાટેલાં-તૂટેલાં કપડાં હતાં.



પેલા મુસાફરે કહ્યું, ”બાબા, તમને ઠંડી નથી લાગતી ? તમે તો કોઈ ગરમ કપડાં પણ પહેર્યા નથી.” એ બૂઢ્ઢા માણસે કહ્યું, ”સાહેબ, મને આ ઠંડીની આદત પડી ગઈ છે. હું આ ઠંડી સહન કરતાં શીખી ગયો છું.”

પેલા દયાળુ માણસે કહ્યું, “બાબા, હું અહીં નજીકમાં જ રહું છું. તમે થોડી વાર રાહ જુઓ. હું તમારા માટે એક સરસ ગરમ કોટ લઈને આવું છું.” પેલા વૃદ્ધે હકારમાં માથું હલાવ્યું. પેલો માણસ ઘરે પહોંચ્યો. તે પોતાનાં કામમાં મશગૂલ થઈ ગયો, એમાં પેલા બાબાને કોટ પહોંચાડવાની વાત ભૂલાઈ ગઈ. તે સૂઈ ગયો.

સવારે ઉઠયો ત્યારે અચાનક યાદ આવ્યું કે, મારે પેલા બાબાને કોટ આપવા જવાનું હતું. તે ઝડપભેર કોટ લઈને દોડ્યો. ત્યાં જઈને જુએ છે તો પેલા બૂઢ્ઢા માણસનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું.

એ બદનસીબ બૂઢ્ઢાના શબ પાસે એક ચિઠ્ઠી પડી હતી. પેલા ધનવાન માણસે ધડકતાં હ્રદયે ચિઠ્ઠીની ગડી ખોલી.

શબ્દો આ મુજબ હતાં.- “હે, ધનવાન માણસ મારી પાસે ગરમ કપડાં ન હતાં છતાં હું ઠંડી સહન કરતાં શીખી ગયો હતો. તમે આવ્યા અને મને ગરમ કોટ આપવાનો વાયદો કર્યો. એ ગરમ કોટે મને આશા બંધાવી. ગરમ કોટની આશાએ મારી ઠંડી સહન કરવાની તાકાતને હણી નાંખી. હું જઈ રહ્યો છું. પણ જતાં-જતાં તમને એક વાત કહેતો જાઉં છું- કોઈને ખોટો વાયદો ન કરશો અને વાયદો કરો તો અવશ્ય નિભાવજો. કોઈને આશા આપીને તેને તરછોડવું કે ભૂલી જવું એ બહુ મોટું પાપ છે.”

ધનવાન માણસની આંખોમાં પસ્તાવાનાં આંસુ હતાં. પણ કાશ આવો પસ્તાવો બધાને થતો હશે કે કેમ એ પ્રશ્નનાર્થ છે..

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર…
Whatsapp Group..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *