Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 52… જીવનમાં ઉતારવા લાયક વાત.

 #પોઝીટીવપંચ 52… જીવનમાં ઉતારવા લાયક વાત.


▪ જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
▪ અરે મૂકો માથાકૂટ,
▪ ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું,
▪ મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
▪ કોઈની બળતરા કરવાની જરૂર નથી,
▪ કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
▪ ક્યાં જવું છે અભિમાન રાખીને?
▪ સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
▪ તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઈશ્વરને કરવા દો.
▪ તમે બસ ફુલઓન મજા કરો,
▪ બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો.
▪ મજાથી શોખ પૂરાં કરો,
▪ ઉંમર સામું ના જુઓ,
▪ નાઈટઆઉટ કરો,
▪ વરસાદમાં હડી કાઢી નહાવ,
▪ ઘરમાં કોઈ ન હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખૂલીને નાચો,
▪ ભાવતી જમવાની અલગ અલગ ડિશ ટ્રાય કરો,
▪ દૂરદૂર રખડવા જતાં રહો,
▪ જોવાયું એટલું જોઈ લો,
▪ ફરી લો,
▪ બસ દિલ ફાડીને જીવાય એટલું જીવી લો.
▪ કોઈને નડીએ નહીં એટલે ઘણું,
▪ બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
▪ થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
▪ માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
▪ આ જન્મના કર્મ જોતાં કદાચ કોન્ટ્રૅક્ટ રિન્યૂ ન પણ થાય,
▪ માટે જલસાથી જીવો.
▪ અંત સમયે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે મારી જિંદગી હું જીવીશ.



“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp Group..
20.59368478.96288
Exit mobile version