#પોઝીટીવપંચ 47… ભુજીયા ડુંગર તળેટીમાં સ્મૃતિવન પ્રોજેકટ PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ..!! ગુજરાતના નક્શામાં વધુ એક પ્રવાસન સ્થળનો થશે ઉમેરો…
ભુજની ઓળખ સમા ભુજીયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. કચ્છમાં આવેલા 2001ના ભુંકપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવામાં આવી રહ્યું છે. સ્મૃતિવન નિર્માણ થવાના કારણે કચ્છના પ્રવાસનના નકશામાં મહત્વનું એક સ્થળનો ઉમેરો થશે.
વર્ષ 2001માં કચ્છના વિનાશકારી ભૂકંપમાં મોટી ખુમારી થઇ હતી, જેમાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા ભુજીયા ડુંગર તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન બનાવામાં આવી રહ્યું છે. અંદાજીત 155 કરોડ રૂપિયાના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરો થવા થઇ રહ્યો છે. ભુજની આન બાન અને શાન સમાન ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન આકાર લઇ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેકટમાં સનસેટ પોઇન્ટ, 6 કિલોમીટરનો કમ્પાઉન્ડ હોલ તેમજ 50 જેટલા અલગ-અલગ આકારના ચેકડેમ, પાથવે, લાઈટીંગ, સોલાર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ મ્યુઝીયમની કામગીરી ચાલી રહી છે….
કચ્છના ગોઝારા ભૂકંપમાં 13,000થી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં રાજય સરકાર દ્વારા સ્મૃતિવન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2014માં સ્મૃતિવન પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે 155 કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા હતા. સ્મૃતિવન પ્રોજેક્ટનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ સાથે લોકોની લાગણી જોડાયેલી છે. આથી પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા થોડા મહિનાથી મૃતિવનનાં કામમાં ઝડપ આવી છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેદ્ર મોદીનો ડીમપ્રોજેક્ટ પૂર્ણ થવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભૂકંપમાં જે લોકોના મોત થયા તે તમામ લોકોના નામ સાથેની પ્લેટ તેમજ તેમની યાદમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં 80,000 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હજુપણ આગામી દિવસોમાં 1 લાખ જેટલા વૃક્ષ વાવતેરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે કચ્છનું નવું નજરાણું સ્મૃતિવન આકર્ષણનું કેન્દ્ર બની જશે.
સ્મૃતિવન પ્રોજકટમાં હાલમાં મ્યુઝિયમ કામ ચાલી રહ્યું છે. મ્યુઝિયમમાં કચ્છની ક્લચર અને સંસ્કૃતિ પરિચય કર તું ટ્રેડિશનલ હેન્ડિક્રાફટ વસ્તુઓની સાથે સાથ 2001 ભૂકંપ લગતી વસ્તુઓની સંગ્રહિત કરવામાં આવશે. સનસેટ પોઇન્ટ અને મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આગામી 6 થી 8 મહિનામાં સ્મૃતિવન પ્રોજેકટ સર્ણ તૈયાર થઈ જવાની આશા છે. સ્મૃતિવન પ્રોજેકટ તૈયાર થવાથી કચ્છના પ્રવાસન નર્કશામાં વધુ એક સ્થળો ઉમેરો થશે.
“જય હો”
Information Sender…
Via Whatsapp Group…
23.241999769.6669324