#પોઝીટીવપંચ 44.. આને જ કહેવાય જીવવું…!!! અપ્રતિમ સંદેશ…..


ગઈ કાલના વરસાદમાં એક પક્ષીનો માળો અચાનક જમીન પર પડી ઉદવસ્થ થઈ ગયો,ચકલા અને ચકલી પાસે કોઈ શબ્દજ ન રહ્યા અને બંને સ્તબ્ધ બેસી ગયા.




ચકલો : સવારે જોઈશું
ચકલી : હા

બંને વરસાદ રોકાવાની વાટ સવાર સુધી જોઈ ત્યાંજ બેસી રહ્યા , સવાર પડતાજ સ્વચ્છ પ્રકાશ જોઈ ચકલો ઉત્સાહ થી બોલ્યો,ચાલ નવો માળો બનાવવાની શરૂઆત કરીએ અને નવી સળીઓ જમા કરવા નીકળીએ



ચકલીના આંખોમાં આંસુ આવી ગયા…

ચકલો : અરે..પાગલ,પાડવું તેના હાથમાં છે, પણ બનાવવું તો આપણા હાથમાં છે, અને મદદની રાહ જોવા માટે આપણે શુ મનુષ્ય છીએ,ચાલ ઉપડીએ.




અને બંને,ઉપર.આકાશમાં ઉડી ગયા.આને જ કહેવાય *જીવવું*

મિત્રો લોકડાઉન પત્યા બાદ આપણે પણ આવીજ રીતે તૈયાર રહેવું જોઈએ,જે કાંઈ ગયું તેનો વિચાર ન કરતા નવી ઉડાન ભરવી જોઈએ. આવનાર દિવસો આપણા જ છે, માત્ર ઉડાન ભરવાનું ભૂલવું નહીં.
🦇🦇🦇🦇🦇🦇

“જય હો”

Information Sender…
Via Whatsapp Group…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *