#પોઝીટીવપંચ 41.. એક વર્ષની ચોવીસ અગિયારસ માં જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે ભીમ /નિર્જળા એકાદશી અને તેની રસપ્રદ કથા…
એક વર્ષની ચોવીસ અગિયારસ માં જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠસુદ ૧૧. આ એકાદશી માતા કુંતાજી પોતાના પાંચે પુત્રો ને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા. પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં. પરંતુ યેન કેન પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેન ને કહ્યુ જાવ આજે અગિયારસ છે યમુનાજીમાં સ્નાન કરી આવ. અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન કરી લીધું છે. ભીમસેને કહ્યુ મા પહેલા ખીચડી ખાશુ, જમુના નાશુ ખીચડી ખાશું’. જપતો જપતો જમુનાજીમા સ્નાન કરવા માટે નીકળી ગયો. પરંતુ ખાવાની ધૂન માં ને ઘૂન માં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો. અને અવળે રસ્તે ચડી ગયો. રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું.
મધ્યાનનો સમય હતો. ભીમે જાણ્યું આ જમુનાજી જ છે. એમ સ્મરણ કરીને તલાવડી નું બધુ જ પાણી શિવમંદિર માં ભરાયુ. આથી માતા પાર્વતિજી શિવને પૂછે છે, પ્રભુ.. ! આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયુ, ત્યારે શિવજી કહે છે. ‘દેવી ! મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડયો છે તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યુ છે, હવે આનો એક જ ઉપાય છે. હું સિંહ બનું છું અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેન ને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઉભો થશે મને પકડવા અને તુરત જ પાણીં બધું મંદિરમાંથી ઉતરી જશે.‘
આમ કહીને સિંહરૃપી શિવ પાર્વતીરૃપી ગાયને મારવા દોડયા. તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો. પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું. તેથી ભીમ સેન પૂંછડી પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરતજ મહાદેવજી પ્રસનન્ન થયા. ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવુ લોખંડી બનાવી દીઘું.
શિવ કહે છે, હે ભીમસેન… ! બીજું જે જોઈએ તે વરદાન માંગો. ભીમ કહે છે,’ વરદાન આપો મુજને હું ઝાઝો જોરાવર થાઉં, મ્હારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઉ. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માંગ.
ભીમે બીજું વરદાન માંગ્યું,’ કાચું ખાઉં, રોગ જરા નવ થાય, મ્હારાવતીનો શકુની મામો, ઝાડે ફરવા જાય.’ મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તૂં કરીશ અને દિશાએ જવા મામા જાય ? ભીમ કહે મારો શકુનિ મામો એનેજ લાયક છે.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp group.