#પોઝીટીવપંચ 33.. 90ની ઉંમરે ન્યુ ટેકનોલોજીના ટ્રેક્ટરને ચલાવતા વિરાણી મોટીના માજી.!! ખુરશી પર બેસવાના વાંધા હોય એ ઉંમરે ડ્રાઇવિંગ સીટ પરનો જોસ જોઈને આપણે સૌને વિચારતા કરી મૂકે તેની આછેરી વિડિઓ ઝલક…



🔷 મોટીવેટ કરતા માજી….

આપણી આસપાસ લગભગ 60એક ની ઉંમરે પોહચેલ વ્યક્તિ નાની-મોટી શારીરિક તકલીફો થી પીડાય છે.આપણે સાંભળતા હોઈએ છીએ કે જૂનું સાચું ખાધેલું છે.બસ માજીનું કાંઈક આવું જ છે. સાચું ખાધેલું અને દરરોજની શારીરિક કસરત માજી ને ટ્રેક્ટરની સીટ પર બેસવા તાકાત પુરી પાડી છે..



જે ઉંમરે ખુરશી પર બેસવા અને ચાલવા એ લાકડીનો સહારો જોવે એ ઉંમરે ટ્રેક્ટર ચલાવું મિત્રો નાની સુની વાત નથી..ખરેખર જોઈને જ જોશ જગાડી મૂકે તેનું ઉદાહરણ રૂપ માજી..

🔷 માજીનો પરિચય..

શાન્તાબેન ભાણજીભાઈ દેવાણી જે કચ્છમાં ગામ વિરાણી મોટીના અને હાલે રામસીકંપા તા. બાયડ,જિલ્લો અરવલ્લી.શ્રી શાન્તામા આજે 90 વર્ષની ઉમરે પોત્રરા અને પડ પોત્રરા સાથે મળી ને ખેતી કરે છે.માતૃશ્રી નો આ ઉમરે જોસ જોઈને આપણને વિચારતા કરી મૂકે એનુ એક ઉદાહરણ છે. નવા લીધેલા ટ્રેકટર નુ મુહૂર્ત કરી રહ્યા છે તેનો વિડિઓ નિહાળો..


“જય હો”

વિડિઓ સેન્ડર…
ગોવિંદભાઇ નાથાણી
Via વોટ્સએપ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *