#પોઝીટીવપંચ 29 .. ખોવાયેલ પેન ડ્રાઈવ પરત કરીને પ્રમાણિકતા ના પરચારુપ પિંજારાભાઈ..
નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામના મોટા દિલના,પિંજારા મામધ સિધિક પોતાની પ્રમાણિકતા ને કારણે સમગ્ર ગામ માં છવાઈ ગયા.
નાના અંગિયા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ જોશીનું પેન ડ્રાઈવ આજે સવારે ખોવાઈ ગયું હતું. જેમાં ખૂબ જ કીમતી દસ્તાવેજ, વિવિધ સરકારી ડોક્યુમેન્ટ્સ તથા જરૂરી ફોટોગ્રાફ હતા. તેમનું પેન ડ્રાઈવ ખોવાઈ જતાં,આ બાબતે તેમણે સ્થાનિક “નાના અંગીયાની નવાજુની વોટ્સએપ ગ્રુપમાં ખોવાયેલ પેન ડ્રાઈવ મળે તો પરત કરવા માટેની વિનંતી કરી હતી.
નાના અંગિયા સેવા સહકારી મંડળી માં છૂટક રોજમદાર તરીકે કામ કરતા પિંજારા મામધ સિધિકને આ પેન ડ્રાઈવ રસ્તા પરથી મળી હતી. તેમણે તરત જ પેન ડ્રાઈવ ના મૂળ માલિકને ટેલિફોનિક જાણ કરી હતી.અને પેન ડ્રાઈવ પરત કરી હતી.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પિંજારા મામધ સિધિકને પર્સ ,રોકડ રકમ, ઘડિયાળ, સહિત ની કિંમતી ચીજ અને ચીજ વસ્તુઓ પણ રસ્તા પરથી અગાઉ મળી આવેલ, જે તમામ વસ્તુઓ મૂળ માલિકને શોધીને દરેક વખતે પરત પહોંચાડીને ,નાના અંગિયા ગામ ના,દિલ ના મોટા એવા પિંજારા મામધ સિધિકભાઈએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર
વિશાલભાઈ જોશી
નાના અંગીયા પ્રાથમિક સ્કૂલ શિક્ષક…