#પોઝીટીવપંચ 26.. કડવા પટેલનું પ્યારું પીણું..!!આયુર્વેદમાં જેમની તુલના અમ્રુત સાથે કરવામાં આવી છે અને જે પેટમાં થતો ગડગડાટ મટાડે છે સાથે શરીરનું તાપમાન ને કંટ્રોલમાં રાખે છે તે “છાશ” વિશે ફટાફટ ફાયદો વાંચો. કાન્તીભાઈ રામાણી દ્વારા સંકલન…
*છાસ એક સંપૂર્ણ પીણું*
આયુર્વેદમાં છાસ ની તુલના અમ્રુત સાથે કરવામાં આવી છે.શરીરમાં રહેલા ઘાતકી તત્વો ને મુત્ર દ્વારા શરીરમાંથી બારે કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે.તો છાસનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે..
એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતરી જાય છે.. ચેહરા પરના દાગ નિકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે.
છાસમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાન ને કંટ્રોલ માં રાખે છે જેથી સરસ નિદ્રા આવે છે..
*છાસનુ સેવન કરવાથી નિમ્નલિખિત દસ લાભ મળે છે.*
1) મોટાપો ઘટે છે.
2) વારંવાર પેશાબ ની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાસ લાભદાયક છે.
3) છાસનુ સેવન મો માં પડતાં ચાંદા ને મટાડે છે.
4) છાસમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં નાં જન્તુઓ નો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી.
5) છાસમાં દેશી ગોળ નાખી ને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.
6) છાસમાં જાયફળ નો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુખાવો મટે છે.
7) ખાલી પેટ છાસ પીવાથી પેટનો દુખાવો મટે છે.
8) છાસમાં કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છ.
9) નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાસ રાહત આપે છે.
10) શરીર ના પંચકર્મ ની વાત આગળ કરી જ છે.
જેમણે પૈસા ખર્ચીને પંચકર્મ કરાવ્યું છે તે ઓ જરરથી આ પ્રયોગ કરે તો તેમને પ્રયોગ ની ખાત્રી થશે તથા આગળ જતાં પૈસા પણ બચશે.
ગુજરાતીઓ તેમાં પણ કચ્છી પટેલો ના કાર્યક્રમ માં મોઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય તો તે જમણ અધુરું લેખાય છે.
આ આપણા વડિલોએ આપેલી અમુલ્ય ભેટ છે. જેના દૈનિક સેવનથી તબિયત સારી રહે છે અને જો તેનું વિધિવત સેવન કરવામાં આવે તો પૈસાની પણ બચત થાય.
તો પછી ચાલો આજથી જ કોલ્ડ ડ્રિંક ને કરીએ અલવિદા, શરૂ કરીએ છાસ.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
Via વોટ્સએપ ગ્રુપ (વેલુભાઈ મેઘાણી દ્વારા)