#પોઝીટીવપંચ 23.. કોરોનાકાળમાં હજારો લોકોને ટેલિફોનિક ટ્રીટમેન્ટ આપી ચૂકેલા સરળ, શાલીન અને હસમુખા સ્વભાવ ધરાવતા ડો. બિપિનભાઈ પટેલ..।सेवा परमो धर्म:। સૂત્રને અનુસરતાં જેમને સાચાં અર્થમાં કોરોના મહામારીના કાળમાં પણ વિશેષ જવાબદારી આ સમગ્ર વિસ્તાર માટે નિભાવી છે.પંથકના વેપારી અગ્રણી શ્રી નારાણભાઇ સોનીના મતે ડો. બિપિનભાઈ પટેલે પોતાની અમીટ છાપ જનમાનસ પર કેવી છોડી છે..? વાંચો 5 મિનિટનો શોર્ટ આર્ટિકલ…
નખત્રાણા મધ્યે પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત દેવાર્ષિશ હોસ્પિટલ માં નિયમિતપણે ફરજ બજાવતા કર્મશીલ યુવા ડૉ.બિપીનભાઈ.સી.પટેલ (ડોકટર ઓફ મેડીસીન) એ આરોગ્ય ક્ષેત્રે સેવા – સત્કર્મ ને મૂળમંત્ર ગણીને એમના વિવિધ પરિણામલક્ષી પ્રયાસો દ્વારા પંથકમાં દર્દીઓ અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. દર્દીઓ અને પરિજનો એમની ટ્રીટમેન્ટ મેથડ & શાલીનતા અને હસમુખા મૃદુ – સ્વભાવ થકી એકદમ સ્વસ્થ – સાજા થઈને ઘેર પરત જાય છે. જનરલ ટ્રીટમેન્ટ માટે એક અસરકારક વ્યક્તિત્વ છે
આપણાં ડૉ.પટેલ સાહેબ, વર્ષો જૂની પીડા – તકલીફો એમના નુસખા, અનુભવો આધીન અસાધ્ય રોગોનું સચોટ નિદાન કરીને અનેક લોકોની જીવનશૈલીમાં ચમત્કારિક બદલાવ પણ લાવ્યાં છે. અહીંના ડોકટર અને આ સંસ્થા પર ખરેખર દેવોના આશિષ હોય એમ પ્રત્યેક સ્ટાફ & મેનેજમેન્ટ વૈદ્ય (પ્રાચીન ડોકટર ) મહર્ષિ શુષેણ ની પરિકલ્પના ને સાર્થક કરે છે કે પ્રત્યેક રોગીને સ્વસ્થ જીવન પ્રદાન કરવું એજ માત્ર લક્ષ્ય મધ્યે રાખીને ડો.બિપીનભાઈ તથા સંસ્થા સંવેદનશીલતા દાખવીને સચોટ નિદાન કરી આપીને માનવતા ને મહેકતી રાખી છે.
… Medical જગતમાં દરેક દર્દો માટે એનાં અલગ – અલગ specialist હોય છે આમ, આ સંસ્થામાં પણ તમામ પ્રકારના સ્પેશિયાલીસ્ટ અહીંયા નિયમિત મળે છે તથા Covid-19 કોરોના મહામારીના કાળમાં પણ વિશેષ જવાબદારી આ સમગ્ર વિસ્તાર માટે નિભાવી ને પોતાની અમીટ છાપ જનમાનસ પર છોડી છે ।सेवा परमो धर्म:। સૂત્ર અનુસરતાં સાચાં અર્થમાં સફળ થઈને ચરિતાર્થ કરીને બતાવ્યું. આધુનિક આશ્રમની જેમ લોક-કલ્યાણર્થે કાર્યરત અહીંની આ એકમાત્ર સંસ્થા છે, જે વંદનીય છે, પ્રશંશનીય છે. માટે આવકારદાયક છે.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
વિજયભાઈ ખોભડી…