કિડની કે લીવરની પીડાથી કોઈકની જીંદગી ” હેલ્થફૂલ થઈ શકે તો મારે હેલ્પફૂલ” બનવું છે, મારી આ અંતિમ ઇચ્છા છે.
અંગદાન પ્રત્યે હજુ પણ આપણે સૌ ને આપની આસપાસ તેમજ સમાજજનો સુધી જાગૃતિ ફેલાવવી તાતી જરૂર છે.. મૃત્યુબાદ શારીરિક રીતે હેલ્થફૂલ શરીરને જો અગ્નિદાહ પહેલા જો કિમતી અંગો અન્ય ને ઉપયોગી નીવડે તો જીવન મરણ વચ્ચે ઝજુમતા લોકો માટે ખરેખર આ અંગદાન આશા નું કિરણ બન્ની શકે.. ( મૂળ ખીરસરા રોહા અને હાલે કેન્યા નિવાસી મૃતક રાધાબેન છાભૈયા એ કિડની , લીવરનું અંગદાન કરીને અન્ય ને જીવન બક્ષ્યું સાથે ઉદાહરણરૂપ સંદેશો પણ આપતા ગયા..)
પરિવાર ની ઇચ્છા…
58 વર્ષીય રાધાબેન નું બ્રેઈન ડેડ થતાં પોતાની અને પરિવારની ઈચ્છા હતી કે આ દેહ તો કલાકમાં માટી સાથે રાખ થઈ જશે એના કરતા આજકાલ હજારો લોકો કિડની અને લીવરની બીમારીઓ થી પીડાઈ રહ્યા છે. જો મારા અંગ દ્વારા એમની જીંદગી હેલ્થ ફૂલ થઈ શકતી હોય તો મને હેલ્પફૂલ બનવું છે..
રાધાબેન ના મૃત્યુ બાદ તેઓ ની અગ્નિદાહ પહેલા કિડની અને લીવર જેવા અંગો નું દાન કરવામાં આવ્યું હતું.. અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલ ના ડો. સુનિલભાઈ અગ્રવાલ અને ડો.ગણપતિ એ આ રાધાબેન ના અંગદાન સ્વીકાર્ય હતા..
પુત્રી દ્વારા..
સ્વર્ગીય રાધાબેન ની અંતિમ વિધિ વખતે તેમની ચાર પુત્રીઓ એ ભીની આંખે માતા ને અગ્નિદાહ આપ્યો હતો.. રાધાબેન ને બ્રેન હેમરેજ ની સારવાર અમદાવાદ મધ્યે સિમ્સ હોસ્પિટલ માં ચાલી રહી હતી પરંતુ ઓપરેશન સહિતની સેવાઓ કારગર ન નીવડી અંતે તેઓ અંગદાન કરીને સમાજને એક પ્રેરણારૂપ સંદેશો પાઠવતા ગયા હતા તેવું યુવાસંઘ કચ્છ રીજીયણના હેલ્થ & ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કનવિનર ‘ ભૂપેન્દ્ર ભાઈ ડોસાણી એ જણાવ્યું હતું..
‘ જય હો ‘
ટીમ હેલ્થ & ડિઝાસ્ટર
ભૂપેન્દ્ર ડોસાણી
મનોજ વાઘાણી ( મૂછાળા)
પ્રવકતા, યુવાસંઘ કચ્છ રીજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…