Site icon Ek Zalak

પોઝીટીવપંચ 212… કળિયુગના શ્રવણ કુમાર કહી શકાય ‘ એવા કનકપર – કચ્છ ગામના – Kanakpar Kutch

  કળિયુગના શ્રવણ કુમાર કહી શકાય ‘ એવા કનકપર – કચ્છ ગામના માવીત્ર દેવજીભાઈના દિલના ટુકડા એવા ‘ બન્ને બંધુઓમાં “શંકરભાઈ અને જગદીશભાઈ ડાયાણીએ” ગામના વડીલોને સ્વ ખર્ચે “સૌરાષ્ટ્ર દર્શન” યાત્રા કરાવીને પુણ્યની રસીદ મેળવી ને રાજીપો વ્યક્ત કર્યો ..!! ભાઈ યાત્રા નો અંદાજે કેટલો ખર્ચ થયો..? અરે વ્હાલા ‘ મર્શિદિસ કાર લેવી હોય તો એવરેજ ‘ થોડી નું પૂછાય..  ( વડીલો ને યાત્રા દરમિયાન કોઈ મેડીકલ emergcy ઊભી થાય તો ડોકટર સહિતની ટીમ પણ સાથે હતી )

   કનકપર….

     મોટે પાયે અને વેજ્ઞાનિક ઢબે સાથે ખેતી ક્ષેત્રે એવોર્ડ વિનર માટે જાણીતું ગામ એટલે કનકપર.. મબલખ પાક પકવી ને વર્ષે લાખો – કરોડો નો વેપાર કરતા ખેડૂતો પણ આ ગામ માં વસી રહ્યા છે. કનકપર ગામ મધ્યે સેવાભાવી સ્વભાવ ધરાવતા અને પરોપકારી એવા દેવજીભાઈના બન્ને સૂપુત્રો એ મન માં એક સંકલ્પ કર્યો કે કુદરતે અને માં કુળદેવી ઉમિયા માતજીએ આપણે ઘણા સુખીંપન્ન કર્યા છે. તો આપણા ગામ માં રહેતા વડીલો ને તીર્થ યાત્રા કરાવીને કળયુગના શ્રવણ કુમાર  તો બનીએ…

       શંકરભાઈ અને જગદીશભાઈ એ મન કરેલ નિર્ધાર ને પાર પાડવા માટે નું આયોજન છેલ્લા 2 મહિના દરમિયાન ગોઠવ્યું.. વડીલો ને યાત્રા દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય તેના માટે યુવાસંઘ સૌરાષ્ટ્ર રિજીયન નો પણ સહયોગ લીધો.. જમવા , રહેવા સાથે મેડીકલ રીતે કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે ગામના જ યુવાન ડોકટર સંકેત ને યાત્રા દરમિયાન સાથે રાખ્યા..

યુવાસંઘ કચ્છ રિજીયન સૌરાષ્ટ્ર રિજીયન નો પણ સહયોગ લીધો. આપણા યુવાસંઘ કચ્છ રિજનના જગદીશભાઈ દેવજીભાઈ ગ્રીનલાઇન કાઉન્સિલના કૃષિ પર્યાવરણ પીડિયો ની પણ જવાબદારી છે. જમવા , રહેવા સાથે મેડીકલ રીતે કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે ગામના જ યુવાન ડોકટર સંકેત ને યાત્રા દરમિયાન સાથે રાખ્યા..

પાવન યાત્રા…

      વડીલો ને દ્વારકા , નાગેશ્વર , બેટ દ્વારકા, હર્ષદ માતા, સિદસર, કાગવડ , વીરપુર , જૂનાગઢ, ગાંથીલા, સોમનાથ , તુલસીશ્યામ, ભગુડા, બગદાણા , ગઢડા ( swaminarayan Mandir) સારંગપુર, ચોટીલા ત્રણ થી ચાર દિવસ  દરમિયાન વડીલો ને આનદ આવે એ રીતની યાત્રા કરી..

     પાવન તીર્થ ધામ મધ્યે નિયાણી અને વડીલોના ચરણો ધોઈ ને આધ્યમિક અહેસાસ ની અનુભૂતિ શકરભાઈ અને જગદીશ ભાઈ એ કરી.. ખરેખર વડીલો નો રાજીપો જોઈને યાત્રા તો સફળ રહી સાથે લક્ષ્મીજીની મહેરબાની રૂપ સંપતિનો સદુપયોગ અમારા માટે પુણ્યની રસીદ સમાન છે..

વડીલો ના અંતરનો ઉદગાર..

    કનકપર મધ્યે જ્યારે અમે પરત પોહચ્યા ત્યારે દરેક વડીલોના આંખો માં ખુશીના આંશુ હતા સાથે શંકરભાઈ અને જગદીશભાઈ અંતરના આશીર્વાદ આપ્યા હતા.. કનકપર સમાજ એ આ યાત્રા ને વાજતગાજતે હામ્યું કર્યું હતું અને દેવજીભાઈ પરિવારનું સન્માન કર્યું હતું..

      સગા સંબંધી ઓ મિત્રો પૂછે કે ભાઈ ખર્ચ કેટલો થયો પણ અમે જે વડીલો નો રાજીપો , અનો અન્હેરો યાત્રા દરમિયાન ઉત્સાહ આગળ કશું એ નથી થયો એવો લાગ્યું..આવા પુત્રને જન્મ આપનાર માતાધનબાઈ અને પિતા દેવજીભાઈ ને પણ સેલ્યુટ છે

‘ જય હો ‘

મનોજ વાઘાણી ( મૂછાળા)
નાના અંગિયા – 9601799904

Exit mobile version