Site icon Ek Zalak

પોઝીટીવપંચ 207.. bull janncos Problem.. લોહી સ્રાવ ને

જનનકોષ થેલીમાં સતત લોહી સ્રાવ ને કારણે સડો પડી ગયેલ અને જમણા પગે ફેક્ચર હોવા છતાં ભુભાટા મારતો ગૌવંશ ની ઓપરેશન સહિતની ટ્રીટમેન્ટ માટે પ્રાગપર – મુન્દ્રા અહિંસાઘામ મોકલ્યાં સમયની આછેરી ઝલક..

  *જનન કોષ…*

    કચ્છી સેવાધામ ફાઉન્ડેશન – નાના અંગીયાના સેવાભાવી મિત્રોની નિગરાણીમાં પ્રાથમિક સારવાર ચાલી રહી હતી.. પરંતુ બન્ને ગૌ વંશ સામ સામે તોફાની લડાઈ ને કારણે એક ગૌ વંશના જમણા પગે ફેક્ચર સહીત ની મોટી ઈજા થઈ હતી સાથે જનન કોષ થેલી માં સતત લોહી સ્રાવ થવાને કારણે સડો પડી ગયેલ..

    પગે લાચાર હોવા છતાં જ્યારે રેસ્ક્યું કરવામાં આવ્યું ત્યારે મણીલાલભાઈ મુખી , જેન્તીલાલ પારસીયા , અમિત પારસિયા  , ઘનાભાઈ લોંચા, મામાદભાઈ ને પશીનો કઢાવી મૂક્યો હતો.. રીતસર નો મારવા ને માટે દોડ લગાવી રહ્યો હતો , 15 મિનિટ ની મહેનત બાદ રેસ્કયું કરવામાં સફળતા મળી હતી.

‘ જય હો ‘

મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 9601799904

Exit mobile version